સરકાર બૅન્ક ઑફ બરોડામાં ૭૭૫ કરોડ રૂપિયાની ઇક્વિટી મૂડી રોકશે

28 December, 2011 05:25 AM IST  | 

સરકાર બૅન્ક ઑફ બરોડામાં ૭૭૫ કરોડ રૂપિયાની ઇક્વિટી મૂડી રોકશે

 

આ ઇન્વેસ્ટમેન્ટ પ્રેફરન્શિયલ અલૉટમેન્ટ દ્વારા ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલાં કરવામાં આવશે. આ નવી ઇક્વિટી મૂડીનું રોકાણ થયા પછી બૅન્કમાં સરકારનો હિસ્સો ૫૭.૩૦ ટકાથી વધીને ૫૮ ટકાનો થશે. સરકારે માર્ચ ૨૦૧૧માં બૅન્કમાં ૨૬૭૫ કરોડ રૂપિયાની ઇક્વિટી મૂડીનું રોકાણ કર્યું હતું. એને કારણે સરકારનો બૅન્કમાં હિસ્સો ૫૩ ટકાથી વધીને ૫૭.૩૦ ટકા થયો છે. સરકારે નિર્ણય કર્યો છે કે બધી જ સરકારી બૅન્કોની ઇક્વિટીમાં ગવર્નમેન્ટનો હિસ્સો ઓછામાં ઓછો ૫૮ ટકા હોવો જ જોઈએ.