સરકાર IRCTC અને IRFCના IPO દ્વારા આશરે ૧૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે

18 April, 2019 10:27 AM IST  | 

સરકાર IRCTC અને IRFCના IPO દ્વારા આશરે ૧૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે

સરકાર સપ્ટેમ્બર સુધીમાં રેલવેની બે કંપનીઓ ઇન્ડિયન રેલવે ફાઇનૅન્સ કૉર્પોરેશન (ત્ય્જ્ઘ્) અને ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (ત્ય્ઘ્વ્ઘ્)ના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (ત્ભ્બ્) દ્વારા ૧૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

નાણાં મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં ત્ય્જ્ઘ્ના ત્ભ્બ્ માટેની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ કંપનીએ રેલવે મંત્રાલયને કહ્યું હતું કે જો કંપનીનું લિસ્ટિંગ કરાશે તો એનો ઋણખર્ચ વધશે. આ વિશેનો અંતિમ નર્ણિય કેન્દ્રની કૅબિનેટ દ્વારા લેવામાં આવશે એમ અધિકારીએ ઉમેર્યું હતું.

અમે સપ્ટેમ્બર સુધીમાંIRCTC અને ત્ય્જ્ઘ્ના ત્ભ્બ્ લાવવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ. ચૂંટણી બાદ ત્ય્જ્ઘ્એ ફરી કૅબિનેટ સમક્ષ જવું પડશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

ત્ય્જ્ઘ્ ભારતીય રેલવેની વિસ્તરણ યોજનાઓ માટે બજારમાંથી ઋણ લઈ ભંડોળ ઉપલબ્ધ કરે છે.IRCTC રેલવેનું કૅટરિંગ અને ટૂરિઝમનું કામકાજ સંભાળે છે.

ટૂંક સમયમાંIRCTC અને ત્ય્જ્ઘ્ના ત્ભ્બ્ માટે બજાર નિયામક સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કરવામાં આવશે એમ અધિકારીએ ઉમેર્યું હતું.

આ મહિને અગાઉ સરકારે રેલ વિકાસ નિગમમાંના ૧૨.૧૨ ટકા હિસ્સાના વેચાણ દ્વારા આશરે ૪૮૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
એપ્રિલ ૨૦૧૭માં કૅબિનેટ કમિટી ઑન ઇકૉનૉમિક અફેર્સે રેલવેની પાંચ કંપનીઓના લિસ્ટિંગને મંજૂરી આપી હતી એમાંથી ઇરકોન ઇન્ટરનૅશનલ અને રાઇટ્સનું ૨૦૧૮-’૧૯માં લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

news