સરકારી ઘઉંનું ખુલ્લા બજારમાં ૬૬ લાખ ટનનું વેચાણ

15 February, 2019 08:48 AM IST  |  | મયૂર મહેતા

સરકારી ઘઉંનું ખુલ્લા બજારમાં ૬૬ લાખ ટનનું વેચાણ

સરકારી ઘઉંનું વેચાણ વધ્યું

કૉમોડિટી કરન્ટ 

દેશમાં ચાલુ વર્ષે ઘઉંની મોટા પાયે અછત હોવાથી સરકારી ઘઉંનું મોટા પાયે વેચાણ થયું છે. સરકારી સત્તાવાર આંકડાઓ પ્રમાણે ચાલુ સીઝન વર્ષમાં જૂન-૨૦૧૮થી અત્યાર સુધીમાં ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI) દ્વારા ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત કુલ ૯૪.૧ લાખ ટન ઘઉં વેચાણ માટે ઑફર કરવામાં આવ્યા હતા, જેમાંથી ૬૫ લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે. સરકાર દ્વારા ચાલુ વર્ષ દરમ્યાન એપ્રિલના અંત સુધીમાં કુલ ૧૦૦ લાખ ટન ઘઉંનું વેચાણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ઠંડીના મૌસમમાં પણ કેમ અનિલ અંબાણીને છૂટ્યો પરસેવો

કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષ દરમ્યાન કુલ ૧૪ લાખ ટન જ ઘઉંનું વેચાણ થયું હતું, જેની તુલનાએ ચાલુ વર્ષે ચાર ગણાથી પણ વધારે વેચાણ થયું છે. જોકે ગત વર્ષ દરમ્યાન સરકારે પણ માત્ર ૧૬ લાખ ટનનો વેચાણ માટેનો ક્વોટા ફાળવ્યો હતો.