તુવેર સહિતનાં ચાર કઠોળના આયાત-ક્વૉટા માટેની અરજીઓ મગાવવાની શરૂ કરાયું

19 April, 2019 10:24 AM IST  | 

તુવેર સહિતનાં ચાર કઠોળના આયાત-ક્વૉટા માટેની અરજીઓ મગાવવાની શરૂ કરાયું

કેન્દ્ર સરકારે સતત બીજા વર્ષે તુવેર સહિતનાં ચાર કઠોળની આયાત માટેનો ક્વૉટા જાહેર કર્યો છે જેનું આખરી નોટિફિકેશન બહાર પડી ગયું છે અને આ સંદર્ભે સરકારે દાળ મિલો પાસેથી અરજીઓ મગાવી છે. દાળ મિલોએ ૩૦ એપ્રિલ સુધીમાં મંત્રાલયને અરજી મોકલી આપવાની છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે ચાલુ વર્ષ માટે બે લાખ ટન તુવેર, દોઢ-દોઢ લાખ ટન મગ, અડદ અને વટાણાની મળીને કુલ ૬.૫૦ લાખ ટન કઠોળની આયાતની મંજૂરી આપી છે.

ઑલ ઇન્ડિયા પલ્સિસ ઍન્ડ ગ્રેન અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ બિમલ કોઠારીએ જણાવ્યું હતું કે ‘દેશભરમાંથી આશરે ૧૫૦૦થી ૨૦૦૦ અરજીઓ ચાલુ વર્ષે આવે એવી અમને ધારણા છે. ગયા વર્ષે માત્ર ૩૦૦ અરજીઓ જ આવી હતી.’

વૈશ્વિક બજારમાં કઠોળના ભાવ હાલમાં તળિયાની સપાટીએ પહોંચ્યા છે. ભારત સરકારે આયાત પર નિયંત્રણો લાદી દીધાં હોવાથી ભારતની આયાત ઘટી ગઈ છે. બે-ત્રણ વર્ષ પહેલાં કઠોળની વિક્રમી ૫૭ લાખ ટનની આયાત થઈ હતી જે હવે ઘટીને ૧૦થી ૧૫ લાખ ટને પહોંચી ગઈ છે. આમ વૈશ્વિક ભાવ હાલમાં એકદમ નીચા ચાલી રહ્યા છે. જોકે આયાત નિયંત્રણોને કારણે સ્થાનિક દાળ મિલોને મોટી રાહત થઈ છે અને ઘણા સમય બાદ કમાણી કરવાની તક મળી હતી.

ઑલ ઇન્ડિયા દાલ મિલ અસોસિએશને સરકાર પાસે એવી પણ માગણી કરી છે કે ‘સરકારે આયાતની છૂટ માત્ર મિલર્સોને જ આપવી જોઈએ. મલ્ટિ નૅશનલ કંપનીઓ કઠોળની આયાત કરીને તેમનો સ્ટૉક કરીને બજારમાં કૃત્રિમ તેજી કરવાનો પ્રયાસ કરે છે. દાળ મિલો કાચા માલની આયાત કરીને સીધું વેચાણમાં મૂકતા હોવાથી ભાવ સરેરાશ સ્થિર રહે છે.’

કેન્દ્ર સરકારે વીતેલા નાણાકીય વર્ષમાં કુલ ૮ લાખ ટન કઠોળની આયાતછૂટ આપી હતી, પરંતુ દાળ મિલોના કહેવા પ્રમાણે દેશમાં ઓછામાં ઓછી ૨૦ લાખ ટન કઠોળની આયાત થઈ હોવાનો અંદાજ છે. બીજી તરફ ટ્રેડરો ર્કોટમાં જઈને DGFT માત્ર દાળ મિલોને આયાતના નર્ણિય સામે સ્ટે લઈને આવી છે.

news