Google એ આ સર્વિસ અને પ્રોડક્ટ કરી બંધ, એપલે કેન્સલ કર્યું એરપાવર

02 April, 2019 06:13 PM IST  | 

Google એ આ સર્વિસ અને પ્રોડક્ટ કરી બંધ, એપલે કેન્સલ કર્યું એરપાવર

પ્રતીકાત્મક તસવીર

ગુગલે કરી આ સર્વિસ બંધ

આજે 2 એપ્રિલ મંગળવારે ગૂગલની બે સર્વિસ બંધ થઈ રહી છે. ગૂગલ પ્લસ અને ગૂગલ બાય ઇનબોક્સ. એટલું જ નહીં કંપનીએ પોતાના પ્રૉડક્ટ્સ ગૂગલ પિક્સલ 2, પિક્સલ 2 એક્સએલ પણ બંધ કરી દીધા છે.

ફેસબુકને ટક્કર આપવા Google Plus કરી હતી લોન્ચ

એક સમયે ગૂગલે Google Plus ફેસબુકના ટક્કરમાં લોન્ચ કર્યું હતું, પણ એવું કાંઈ થયું નહીં. Google by Inboxની સ્ટોરી થોડી જુદી છે કારણકે આને કંપનીએ એડવાન્સ ફિચર્સ માટે લોન્ચ કર્યું હતું, અને ક્યાંક ને ક્યાંક આ પ્રયોગ સફળ રહ્યો.

એપલે પણ બંધ કરી આ પ્રોડક્ટ

એપલ વિશે વાત કરીએ તો, વિશ્વની મોટી કંપની એપલે બે વર્ષ પહેલા એક પ્રોડક્ટ અનાઉન્સ કર્યો હતો AirPower આ વાયરલેસ ચાર્જિંગ મેટ હતું અને કંપનીએ કહ્યું હતું કે આના પર આઇફોન, એપલ વૉચ અને એરપૉડ્સ ચાર્જ કરી શકાશે. બે વર્ષ પહેલા એપલે રજૂ કર્યું, પણ આ હકીકત બની શકી નહીં. લોકો રાહ જોતાં રહ્યાં એને આખરે એપલે કહ્યું કે એર પાવર એપલના હાય સ્ટાન્ડર્ડને મેચ કરી શકતું નથી તેથી આ પ્રૉજેક્ટ કેન્સલ કરી દેવામાં આવ્યો છે.

ગુગલ પિક્સલનું વેચાણ કર્યું બંધ

ગૂગલના સાઇડ પ્રૉડક્ટની વાત કરીએ તો કંપનીએ 2 વર્ષ જૂના સ્માર્ટફોન- Pixel 2, Pixel 2 XLનું વેંચાણ બંધ કરી દીધું છે. જેની સર્વિસ મળતી રહેશે અને નવા અપડેટ્સ પણ મળશે. પણ હવે આ સ્માર્ટફોન, કંપનીના પ્રૉડક્ટ અને ઓનલાઈન પેજ પરથી હટાવી લેવામાં આવ્યો છે. આની જગ્યાએ હવે ગૂગલ પિક્સલ 3 અને પિક્સલ એક્સએલ 3 જોવા મળે છે.

ગૂગલ પ્લસ અને ઈનબોક્સ બાય Gmail બંધ થવાથી સામાન્ય યૂઝર્સ પર વધુ ફરક નહીં પડે. ઇનબોક્સ બાય જીમેલના મોટા ભાગના ફિચર્સ હવે તમને જીમેલના નેટિવ એપમાં જ મળી જાય છે. જ્યારે કંપની ગૂગલ પ્લસ પહેલેથી જ એટલું પૉપ્યુલર નહોતું.

એરપાવર કેન્સલ થવાથી યૂઝર્સને વધુ ફરક નહીં પડે, કારણકે માર્કેટમાં વાયરલેસ ચાર્જિંગ પેડની ભરમાર છે અને અત્યારના સમયમાં વાયરલેસ ચાર્જિંગનો ક્રેઝ પણ એટલો બધો નથી.

આ પણ વાંચો : ખાંડનું ઉત્પાદન ઘટીને ૩૦૭ લાખ ટન થશે : ઇક્રા

પિક્સલના વેચાણ બંધ થવાથી કસ્ટમર્સને કોઇ ફેર નહી પડે

પિક્સેલ 2, પિક્સલ 2 એક્સએલ બંધ થવાથી પણ કસ્ટમર્સને કોઈ ખાસ ફરક નહીં પડે, કારણકે જેમની પાસે આ સ્માર્ટફોન છે તેમને સપોર્ટ અને અપડેટ મળતા રહેશે. એ બાબત છે કે જે આ સ્માર્ટફોન સસ્તામાં ખરીદવા માગતા હતા, હવે તેમને નવું પિક્સેલ લેવું પડશે જે મોંઘું હશે.

google