જેટના કર્મચારીઓ માટે સારી તક, વિસ્તારા એરલાઈન્સમાં મળી શકે છે નોકરી

29 April, 2019 03:31 PM IST  |  મુંબઈ

જેટના કર્મચારીઓ માટે સારી તક, વિસ્તારા એરલાઈન્સમાં મળી શકે છે નોકરી

વિસ્તારા એરલાઈન્સ

જેટ એરવેઝ નાણાકીય સંકટને લઈને હાલમાં ઘણી ચર્ચામાં રહી છે ત્યાં જેટના કર્મચારીઓ માટે આ સારી તક છે. વિસ્તારા એરલાઈન્સમાં વૉક-ઈન-ઈન્ટરવ્યૂ મુંબઈમાં 29થી 30 એપ્રિલ 2019ની વચ્ચે આયોજન કરવામાં આવશે. આ ભરતી કેબિન ક્રૂના પદ માટે છે. જાણો બાકી જાણકારી.

વિસ્તારા એરલાઇન્સે ઈચ્છુક ઉમેદવારોને આમંત્રણ આપવા માટે એક સૂચના આપી છે. યોગ્ય ઉમેદવારોને કેબિન ક્રૂના પદ માટે વૉક-ઈન-ઈન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થશે. વૉક-ઈન-ઈન્ટરવ્યૂ મુંબઈમાં 29થી 30 એપ્રિલ 2019ની વચ્ચે લેવામાં આવશે.

આ નોકરી કેબિન ક્રૂના પદ માટે છે. ઘરેલૂ અથવા આંતરરાષ્ટ્રીય એરલાઈનમાં કેબિન ક્રૂ દળના રૂપમાં કામ કરવાનો ન્યૂનતમ બે વર્ષનો અનુભવ રાખનારા ઉમેદવાર નોકરી માટે આવેદન કરી શકે છે.

આ પણ વાંચો : ક્રૂડતેલની તેજીનું ભાવિ : ઓપેકની ભૂમિકા નિર્ણાયક

ઈન્ટરવ્યૂ 29 અને 30 એપ્રિલ 2019એ સવારે 9વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધી હૉલીડે ઈન મુંબઈ ઈ્ટરનેશનલ એરપોર્ટ અંધેરીમાં લેવામાં આવશે. ઉમેદવારો માટેની મહત્તમ ઉંમર મર્યાદા 32 વર્ષ નક્કી કરવામાં આવી છે. આના કરતાં નાના ઉમેદવારો ફક્ત અરજી કરી શકે છે. ઉમેદવારોની લઘુતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

jet airways