SBIના ગ્રાહકો માટે સારા સમાચાર, વ્યાજના દરમાં થયો ઘટાડો

09 December, 2019 04:23 PM IST  |  Mumbai

SBIના ગ્રાહકો માટે સારા સમાચાર, વ્યાજના દરમાં થયો ઘટાડો

SBIના ગ્રાહકો માટે સારા સમાચાર

દેશના સૌથી મોટી બેંક SBIએ એક વર્ષની અવધિના લોન પર એમસીએલઆર રેટમાં 0.10 ટકાનો ઘટાડો કરવાની સોમવારે જાહેરાત કરી. આ તાજા કપાત સાથે એક વર્ષનો માર્જિનલ કૉસ્ટ લેંડિંગ રેટ 8 ટકાથી ઘટીને 7.90 ટકા એક વર્ષનો થઈ જશે. બેંકની તરફથી 10 ડિસેમ્બર 2019થી આ રેટ્સ લાગૂ કરવાનું કહેવામાં આવ્યું છે. SBIએ આ વર્ષે સતત આઠમી વાર એમસીએલઆરમાં કાપ મુક્યો છે. સૌથી મોટા બેંકે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે વ્યાજ દરમાં ઘટાડા કર્યા બાદ તેઓ દેશમાં સૌથી સસ્તા દર પર લોન ઉપલબ્ધ કરાવનાર બેંક બની ગઈ છે.

SBI સંપત્તિ, જમા, શાખા, જમા, શાખાઓ અને કર્મચારીઓના હિસાબથી દેશની સૌથી મોટી બેંક છે. એસબીઆઈનો દાવો છે કે તેઓ દેશના સૌથી મોટી મોર્ગેજ લેન્ડર પણ છે.

ભારતીય સ્ટેટ બેંકે રિઝર્વ બેંક દ્વારા આ વર્ષે રેપો રેટમાં અત્યાર સુધી કરેલા 1.35 ટકાના કાપનો લાભ ગ્રાહકોને આપવા માટે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકના વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાતથી તેમના ગ્રાહકોમાં ખુશી છે.

state bank of india business news