18 June, 2024 07:15 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકન રેટકટની અનિશ્ચિતતાઓ સતત વધી રહી હોવાથી સોનામાં પીછેહઠ જોવા મળી હતી. વળી અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સ્ટ્રૉન્ગ બન્યો હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ સાવ ઘટી ગયું હતું.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ વધીને દોઢ મહિનાની ઊંચાઈએ ૧૦૫.૫૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. ગયા સપ્તાહે ફેડરલ રિઝર્વ ચૅરમૅન જેરોમ પૉવેલે ૨૦૨૪માં માત્ર એક વખત ઇન્ટરેસ્ટ રેટકટની જાહેરાત કરતાં ડૉલરને મજબૂતી મળી હતી. વળી ફ્રાન્સમાં પૉલિટિકલ ક્રાઇસિસ સર્જાતાં અને જૂનના એન્ડમાં નૅશનલ ઇલેક્શનની જાહેરાત કરતાં યુરોનું મૂલ્ય ડૉલર સામે પોણાબે મહિનાની નીચી સપાટીએ પહોંચતાં ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો. બૅન્ક ઑફ જપાને ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રાખતાં યેનની નબળાઈનો પણ ડૉલરને સપોર્ટ મળ્યો હતો.
અમેરિકાનું કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ જૂનમાં સતત ત્રીજે મહિને ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૬૫.૬ પૉઇન્ટે પહોંચ્યું હતું જે મે મહિનામાં ૬૯.૧ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા ૭૨ પૉઇન્ટની હતી.
ચીનનું રીટેલ સેલ્સ મે મહિનામાં ૩.૭ ટકા વધ્યું હતું જે એપ્રિલમાં ૨.૩ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ત્રણ ટકા વધવાની છે. ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન મે મહિનામાં ૫.૬ ટકા વધ્યું હતું જે એપ્રિલમાં ૬.૭ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા છ ટકા વધવાની હતી. વાર્ષિક ધોરણે ચીનના રીટેલ સેલ્સમાં સતત સોળમા સપ્તાહે ગ્રોથ જોવા મળ્યો હતો. ચીનમાં ફિક્સ્ડ્ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ મે મહિનામાં ૦.૪ ટકા ઘટ્યું હતું જે અગાઉના મહિને પણ ૦.૩ ટકા ઘટ્યું હતુ. ૨૦૨૪ના પ્રથમ પાંચ મહિનામાં ફિક્સ્ડ્ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ચાર ટકા વધ્યું હતું જે જાન્યુઆરીથી એપ્રિલમાં ૪.૨ ટકા વધ્યું હતુ. ચીનમાં નવા રહેણાક મકાનોનો ભાવ મે મહિનામાં ૩.૯ ટકા ઘટ્યો હતો જે એપ્રિલમાં પણ ૩.૧ ટકા ઘટ્યો હતો. ચીનમાં રહેણાક મકાનનો ભાવ છેલ્લા અગિયાર મહિનાથી એકધારો ઘટીને નવ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ચીનની ઇકૉનૉમિક કન્ડિશનમાં રહેણાક મકાનોના ગ્રોથનો હિસ્સો મહત્તમ હોવાથી રહેણાક મકાનોના ભાવના સતત ઘટાડાની સીધી અસર ઇકૉનૉમિક ગ્રોથ પર પડી રહી છે.
ચાલુ સપ્તાહ ઇકૉનૉમિક ઍક્ટિવિટીથી ભરપૂર છે. અમેરિકાના રીટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, હાઉસિંગ સ્ટાર્ટ, બિલ્ડિંગ પરમિટ, એક્ઝિસ્ટિંગ હોમનું સેલ્સ અને મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસ સેક્ટરના પ્રિલિમિનરી ડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે. આ તમામ ડેટાનું આઉટકમ ફેડના રેટકટ માટે નિર્ણાયક હશે. ચાલુ સપ્તાહે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી-મીટિંગ યોજાવાની છે, જેમાં લાંબા સમય બાદ પહેલો રેટકટ આવવાની શક્યતા છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચાઇનીઝ પ્રીમિયર જિનપિંગે યુરોપિયન યુનિયનના વડા સાથેની મીટિંગમાં અમેરિકા પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે અમેરિકા ચીનની મિલિટરીને તાઇવાન પર અટૅક કરવા માટે ઉશ્કેરી રહ્યું છે. આ પ્રકારનો અહેવાલ ફાઇનૅન્શિયલ ટાઇમ્સમાં પ્રસિદ્ધ થતાં વિશ્વમાં ફરી નવું ટેન્શન ઊભું થયું હતું. તાઇવાનનું સ્વતંત્ર અસ્તિત્વ સામે ચીને અટૅક કરવાનું ચાલુ કરતાં બન્ને દેશો વચ્ચે છેલ્લાં બેથી ત્રણ સપ્તાહથી સતત ટેન્શન વધી રહ્યું છે. યુક્રેનની જેમ તાઇવાનની મિલિટરીને પણ અમેરિકાનો પૂરો સપોર્ટ મળતો.