અમેરિકન રેટકટની સંભાવના ૨૦૨૪માં સાવ ઘટી જતાં સોનામાં વધુ ઘટાડો

09 May, 2024 06:35 AM IST  |  Mumbai | Mayur Mehta

ચીનની સેન્ટ્રલ બૅન્કે એપ્રિલમાં સતત ૧૮મા મહિને સોનાની ખરીદી કરી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન રેટકટની સંભાવના ૨૦૨૪માં સાવ ઘટી જતાં સોનામાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૩ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૧૯ રૂપિયા ઘટ્યો હતો 

વિદેશ પ્રવાહ
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ બુધવારે ૦.૧૬ ટકા વધીને એક સપ્તાહની ઊંચાઈએ ૧૦૫.૫૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. મિનિયોપૉલિશ ફેડ પ્રેસિડન્ટ નીલ કાશકરીએ જણાવ્યું હતું કે અમેરિકાનું ઇન્ફ્લેશન પ્રેશર સતત વધી રહ્યું હોવાથી ૨૦૨૪માં ફેડને ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે. વર્લ્ડના ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટો હજી પણ ૨૦૨૪ના અંતમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરશે એવું માની રહ્યા છે. અમેરિકી ડૉલરની મજબૂતી વધતાં ચાઇનીઝ યુઆન અને જૅપનીઝ યેનનાં મૂલ્ય ઘટ્યાં હતાં. અમેરિકી ડૉલર વધતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ૦.૦૧૭ ટકા વધીને ૪.૪૮ ટકાએ પહોંચ્યાં હતાં. 

અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ મે મહિનામાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૪૧.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૪૩.૨ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૪૪.૧ પૉઇન્ટની હતી. આગામી છ મહિનાના ઇકૉનૉમિક આઉટલુકનો ઇન્ડેક્સ પણ ૩૮.૮ પૉઇન્ટથી ઘટીને ૩૫.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકન ગવર્નમેન્ટની ઇકૉનૉમિક પૉલિસી પરના વિશ્વાસનો બતાવતો ઇન્ડેક્સ ૪૦.૩ પૉઇન્ટથી ઘટીને ૩૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકન પબ્લિકના આગામી છ મહિનાના પર્સનલ ફાઇનૅન્શિયલ આઉટલુકને બતાવતો ઇન્ડેક્સ ૫૦.૬ પૉઇન્ટથી વધીને ૫૧.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો. જોકે ઇન્વેસ્ટરોના આઉટલુકને બતાવતો ઇન્ડેક્સ ૫૪.૯ પૉઇન્ટથી ઘટીને ૪૬.૩ પૉઇન્ટે અને નૉન ઇન્વેસ્ટરોના આઉટલુકને બતાવતો ઇન્ડેકસ ૩૬.૬ પૉઇન્ટથી વધીને ૪૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો.  

અમેરિકાનો લૉજિસ્ટિક માર્કેટનો ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને ૫૨.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૮.૩ પૉઇન્ટ હતો. લૉજિસ્ટિક માર્કેટનો ઇન્ડેક્સમાં થયેલો ઘટાડો છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો, ખાસ કરીને ઇન્વેન્ટરી લેવલનો ઇન્ડેક્સ ૬૩.૮ પૉઇન્ટથી ઘટીને ૫૧ પૉઇન્ટે પહોંચતાં ઓવરઑલ લૉજિસ્ટિક માર્કેટને અસર પહોંચી હતી. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
ચીનની સેન્ટ્રલ બૅન્કે એપ્રિલમાં સોનાની ખરીદી સતત ૧૮મા મહિને ચાલુ રાખી હતી. ચીને એપ્રિલમાં ૨.૫૭ ટન સોનાની ખરીદી કરી હતી. સોનાની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ૨૦૨૨માં પંચાવન વર્ષની ઊંચાઈએ પહોંચ્યા બાદ ૨૦૨૩માં પણ સેન્ટ્રલ બૅન્કોએ ૧૦૦૦ ટન કરતાં વધારે સોનું ખરીદ્યું હતું. હાલની જિયોપૉલિટિકલ સિચુએશન જોતાં સેન્ટ્રલ બૅન્કોની ખરીદી સોનાની તેજી-મંદીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ચીનની સોનાની ખરીદી છેલ્લા ૧૮ મહિનાથી અવિરત ચાલુ છે. ચીન સાથે અન્ય દેશોની ખરીદી જો આગામી મહિનાઓમાં વધે અને ૨૦૨૪માં પણ જો સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ૧૦૦૦ ટનથી ઉપર રહેવાના સંકેત મળશે તો સોનામાં મંદીનાં કારણોની અસર ઓછી રહેશે.

business news share market stock market sensex nifty gold silver price