ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ, બૅન્કોને મેટલ અકાઉન્ટ ખોલવાનું કહેવાશે

12 January, 2019 09:17 AM IST  | 

ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ, બૅન્કોને મેટલ અકાઉન્ટ ખોલવાનું કહેવાશે

ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં મેટલ અકાઉન્ટ ખોલાશે

ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમમાં ચૅરિટેબલ સંસ્થાઓ, કેન્દ્ર, રાજ્યો અને સરકારી સંસ્થાઓ ભાગ લઈ શકે એવી છૂટ આપ્યા બાદ હવે આ સ્કીમને વધુ વેગ આપવા નવી દરખાસ્ત વિચારી રહી છે. આ નવી દરખાસ્ત મુજબ જ્યારે કસ્ટમર સોનું જમા કરાવવા આવે ત્યારે બૅન્કો તેમના માટે મેટલ અકાઉન્ટ ખોલશે. વર્તમાનમાં બૅન્ક ડિપોઝિટ અકાઉન્ટ ખોલે છે અને સ્કીમની પાકતી મુદત પર અકાઉન્ટધારકના ખાતામાં નાણાં જમાં કરાય છે. હવે પછી મેટલ અકાઉન્ટ ખૂલવાની દરખાસ્ત મંજૂર થઈ તો પાકતી મુદતે સોનું પરત કરાશે. મંદિરો જેવા ગ્રાહકો માટે આ સુવિધા સરળ અને આકર્ષક રહેશે, કારણ કે મંદિરો ઝવેરાતના સ્વરૂપે સોનું જમા કરાવતાં હોય છે.

આ પણ વાંચોઃ ઇન્ફોસિસનો નફો ૩૦ ટકા ઘટ્યો, ૮૨૬૦ કરોડના શૅરનું બાયબૅક કરવાની જાહેરાત

જો બૅન્કોને મેટલ અકાઉન્ટ ખોલવાની મંજૂરી મળશે તો મંદિરો તરફથી વધુ સોનું જમા કરાવાશે એવી આશા રાખી શકાય. સરકાર વ્યાજ પેમેન્ટ અને મૅચ્યોરિટી પેમેન્ટની ગૅરન્ટી આપશે. મેટલ અકાઉન્ટમાં કૅશને બદલે ફિઝિકલ ગોલ્ડ અપાશે, જેને કારણે વિધિ થોડી મુશ્કેલ બને એમ થઈ શકે. આ ગોલ્ડ સ્કીમને વધુ પ્રસિદ્ધ બનાવવા ૧૫ બૅન્કો સજ્જ છે, જ્યારે કે સરકારે એમાં ભાગ લેવાં ૫૫ હૉલમાર્કિંગ સેન્ટર્સ, ૧૫ રિફાઇનરીઝ અને ત્રણ લૉજિસ્ટિક્સ કંપનીઓને પણ મંજૂરી આપી છે.