સોનાએ બનાવી નવી ટોચ, તોલાના ૯૮,૧૭૦ રૂપિયા : ચાંદીમાં કિલોએ ૧૪૦૦ રૂપિયાનો ઘટાડો

22 April, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનામાં ગઈ કાલે ૭૦ રૂપિયાનો વધારો થતાં સોનું ૯૮,૧૭૦ રૂપિયા પ્રતિ તોલાએ પહોંચી ગયું હતું.

પ્રતીકાત્મક તસવીર

સોનામાં ગઈ કાલે ૭૦ રૂપિયાનો વધારો થતાં સોનું ૯૮,૧૭૦ રૂપિયા પ્રતિ તોલાએ પહોંચી ગયું હતું. ​દિલ્હીમાં ૯૯.૯ ટકાની પ્યૉરિટી ધરાવતા સોનાના ભાવ બુધવારે ૧૦ ગ્રામના ૯૮,૧૦૦ થયા હતા અને એેમાં ગઈ કાલે ૭૦ રૂપિયાનો વધારો થયો હતો. ૯૯.૫ ટકા પ્યૉરિટીનું સોનું પણ ૭૦ રૂપિયાના વધારા સાથે ૯૭,૭૨૦ રૂપિયાએ પહોંચી ગયું હતું. જોકે ચાંદીનો ભાવ ગઈ કાલે ૧૪૦૦ રૂપિયાના ઘટાડા સાથે ૯૮,૦૦૦ પ્રતિ કિલો રહ્યો હતો.  બુધવારે ચાંદીનો ભાવ ૯૯,૪૦૦ રૂપિયા હતો.

ઑલ ઇન્ડિયા સરાફા બજારના કહેવા મુજબ હાલમાં ડૉલર નબળો પડી રહ્યો છે, ટ્રેડ-વૉર વધી રહી છે અને અ​મેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કરેલી ટૅરિફ પૉલિસીને કારણે વિશ્વભરમાં ઇકૉનૉમિક ગ્રોથને લઈને ચિંતા વર્તાઈ રહી છે ત્યારે વિશ્વભરમાં અનિશ્ચિતતાનો માહોલ છે. અમેરિકા-ચાઇનાની ટ્રેડ-વૉરને કારણે સપ્લાય ચેઇનને માઠી અસર પહોંચી છે એને લીધે મોંઘવારી વધશે અને મંદી પણ વધશે એવી અટકળો થઈ રહી છે. જોકે સોનામાં રોકાણ સુર​ક્ષિત ગણાતું હોવાથી સોનાના ભાવ વધવાની શક્યતા દર્શાવાઈ છે. 

business news gold silver price commodity market