અમેરિકી ડૉલર મજબૂત થયો એને પગલે સોનામાં વધતી મંદી

15 November, 2014 06:38 AM IST  | 

અમેરિકી ડૉલર મજબૂત થયો એને પગલે સોનામાં વધતી મંદી



અમેરિકાના સ્ટ્રૉન્ગ એમ્પ્લૉયમેન્ટ ડેટાને પગલે ડૉલર વધુ સ્ટ્રૉન્ગ બનતાં સોનામાં એક ટકાની વધુ મંદી થઈ હતી. રશિયન બૉર્ડર પર ટેન્શન વધી રહ્યું છે પણ એની ઇકૉનૉમિક કે જિયોપૉલિટિકલ કોઈ અસર દેખાવી શરૂ થઈ નથી. ચાઇનીઝ ઇકૉનૉમિક સ્લોડાઉન અને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર ચીનની ઘટેલી ગોલ્ડ ડિમાન્ડ પણ અત્યારે સોનાની મંદીમાં મોટો ભાગ ભજવી રહી છે. રશિયન બૉર્ડર પર આવનારા દિવસોમાં કેવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને સ્વિટ્ઝરલૅન્ડમાં ૩૦ નવેમ્બરે યોજાનારા રેફરન્ડમ પર બજારની નજર મંડાયેલી છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ ગુરુવારે આખો દિવસ ૧૧૬૧ ડૉલર આસપાસ રેન્જબાઉન્ડ રહ્યા હતા. રશિયન બૉર્ડર પર વધી રહેલા ટેન્શનને પગલે કૉમેક્સ ગોલ્ડ વાયદો ગુરુવારે ઓવરનાઇટ ૨.૪૦ ડૉલર વધીને ૧૧૬૧.૫૦ ડૉલર બંધ રહ્યો હતો. ગુરુવારે રાત્રે ક્રૂડ તેલના ભાવ ઘટીને છેલ્લાં ૪ વર્ષમાં પ્રથમ વખત ૭૫ ડૉલરની સપાટી તોડતાં સોનામાં પણ બે દિવસથી અટકેલી મંદી આગળ વધી હતી. શુક્રવારે સવારે સોનાનો ભાવ ઘટીને ૧૧૪૯.૫૬ ડૉલર ખૂલ્યો હતો. સોનાનો ભાવ સતત ત્રીજા સપ્તાહે ઘટયો હતો. ચાંદીનો ભાવ ૧૫.૨૮ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૧૮૭.૫૦ ડૉલર અને પેલેડિયમનો ભાવ ૭૬૦.૨૨ ડૉલર ખૂલ્યો હતો. પ્રિસિયસ મેટલ કૉમ્પ્લેક્સમાં ભાવ ઘટીને ખૂલ્યા બાદ આખા દિવસ દરમ્યાન લગભગ રેન્જબાઉન્ડ રહ્યા હતા.

રશિયા-સ્વિટ્ઝરલૅન્ડ

સોનાના ભાવની દિશા હવે ઇકૉનૉમિક માર્કેટના ઍન્ગલથી સ્પક્ટ મંદીતરફી જઈ રહી છે. અમેરિકાની સ્ટ્રૉન્ગ ઇકૉનૉમીને પગલે ડૉલરની સ્ટ્રૉન્ગનેસ અને ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નર્ણિય સોનામાં મંદી લાવશે. ચીનની ઇકૉનૉમિક કન્ડિશન જોતાં ફિઝિકલ ડિમાન્ડનો સર્પોટ મળે એમ નથી પણ રશિયા અને સ્વિટ્ઝરલૅન્ડની ઘટનાઓ સોનામાં નાટયાત્મક તેજી લાવી શકે છે. અમેરિકા-યુરોપના આર્થિક પ્રતિબંધ બાદ રશિયન બૉર્ડર પર ટેન્શન વધતું જાય છે. રશિયા એક તરફ યુક્રેનમાં એના સમર્થકોને સતત શસ્ત્રો પૂરાં પાડી રહ્યું છે. એ ઉપરાંત અમેરિકા સામે બાથ ભીડવા બૉર્ડર પર શjાજમાવટ વધારી રહ્યું છે અને ગોલ્ડની ખરીદી વધારી આર્થિક તાકાત સુદૃઢ બનાવી રહ્યું છે. રશિયન બૉર્ડર પર કે યુક્રેનમાં કોઈ ઘટના બને તો ગોલ્ડમાં જિયોપૉલિટિકલ ટેન્શનની તેજી આવી શકે છે. સ્વિટ્ઝરલૅન્ડમાં ૩૦ નવેમ્બરે ગોલ્ડ રિઝર્વ આઠ ટકાથી વધારીને ૨૦ ટકા કરવાનું મતદાન જો રિઝર્વ વધારવાની તરફેણમાં આવે તો પણ સોનામાં નાટયાત્મક તેજી થઈ શકે છે.

અમેરિકી જૉબ-માર્કેટ  

અમેરિકાના ઑક્ટોબરનો અન-એમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ઘટીને ૫.૮ ટકા આવ્યા બાદ અમેરિકન અન-એમ્પ્લૉયમેન્ટ બેનિફિટ કલેમ વીતેલા સપ્તાહ દરમ્યાન ૧૨,૦૦૦ વધીને ૨.૯૦ લાખ થયા હતા. વૉલ સ્ટ્રીટના ઍનલિસ્ટોની ધારણા ૨.૮૧ લાખ અન-એમ્પ્લૉયમેન્ટ બેનિફિટ કલેમ રહેવાની હતી. જોકે ક્લેમ સતત નવમા સપ્તાહે ત્રણ લાખ કરતાં નીચે રહેતાં તેમ જ ૨૦૦૦ના લેવલથી અને ૧૪ વર્ષની નીચી રહેતાં ઇકૉનૉમિક સ્ટ્રૉન્ગનેસને કોઈ અસર નહોતી થઈ. હવે આવતા સપ્તાહે ફેડરલ રિઝવર્‍ની ગયા મહિને યોજાયેલી મીટિંગની મિનિટ્સ જાહેર થશે જેમાં અમેરિકી ઇકૉનૉમીનું ભાવિ વધુ સ્પક્ટ થતાં એની ગોલ્ડ માર્કેટ પર મોટી અસર જોવા મળશે. અમેરિકાના ઑક્ટોબર મહિનાના રીટેલ સેલ્સના આંકડા ૦.૩ ટકા વધીને આવવાની ધારણાએ ગોલ્ડમાં મંદી વધી હતી.

ચાઇનીઝ સ્લો ડાઉન

ચાઇનીઝ ઇકૉનૉમિક ડેટા સતત નબળા આવી રહ્યા છે. વિશ્વમાં ચીન ગોલ્ડનું સૌથી મોટું કન્ઝ્યુમર હોવાથી ચીનની નબળી ઇકૉનૉમીની આવનારા દિવસોમાં ગોલ્ડ ડિમાન્ડ પર મોટી અસર પડશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોટ અનુસાર થર્ડ ક્વૉર્ટરમાં ચીનની ગોલ્ડ ડિમાન્ડ ૩૯ ટકા ઘટી હતી. લેટેસ્ટ ઇકૉનૉમિક ડેટામાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૧૪ના પ્રથમ ૧૦ મહિનામાં છેલ્લાં ૧૩ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ઑક્ટોબર મહિનાનો ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ ઘટયો હતો. રીટેલ સેલ્સ ગ્રોથ ૨૦૦૬ના આરંભિક મહિનાના ડેટા પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. ગયા સપ્તાહે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ સતત બત્રીસમા મહિને ઘટયો હતો. થર્ડ ક્વૉર્ટરનો ૭.૩ ટકા ઇકૉનૉમિક ગ્રોથ ગ્લોબલ ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ પછીનો સૌથી નીચો રહ્યો હતો.

સોનાની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણની તોળાતી તલવાર

ઑક્ટોબરમાં ભારતની ગોલ્ડ ઈમ્પોર્ટ ઊછળતાં ફાઇનૅન્સ મિનિસ્ટ્રી અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ વધુ ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણો નાખવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભારતની સોનાની ઈમ્પોર્ટ ઑક્ટોબરમાં ૧૫૦ ટન થયાનો ટ્રેડનો એસ્ટિમેટ છે જે ગયા વર્ષના ઑક્ટોબરની ૨૫ ટનની ઈમ્પોર્ટ કરતાં છ ગણી વધારે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોટ અનુસાર ભારતની થર્ડ ક્વૉર્ટરની ગોલ્ડ ઈમ્પોર્ટમાં ૩૯ ટકાનો વધારો નોંધાયો હતો. કેન્દ્ર સરકારે ગયા મે મહિનામાં સ્ટાર અને પ્રીમિયર ટ્રેડિંગ હાઉસોને ઈમ્પોર્ટમાં છૂટછાટ આપ્યા બાદ ભારતની ગોલ્ડ ઈમ્પોર્ટ સતત વધી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ભારતમાં ગોલ્ડની ઈમ્પોર્ટ પર કડક નિયંત્રણો હોવાથી ચાલુ વર્ષે ૨૦૦ ટન ગોલ્ડ સ્મગલિંગથી આવવાનો અંદાજ મૂક્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મંતવ્ય અનુસાર જો વધુ ઈમ્પોર્ટ નિયંત્રણો લાદવામાં આવશે તો ગોલ્ડ સ્મગલિંગ વધશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોટ અનુસાર થર્ડ ક્વૉર્ટરમાં ગોલ્ડ જ્વેલરી ડિમાન્ડ ૬૦ ટકા વધી હોવાથી ભારતે ચીનને ગોલ્ડ ડિમાન્ડમાં ઓવરટેક કર્યું હતું.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૫,૮૩૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૫,૬૮૫

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૫,૨૧૦

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)