વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૨.૧૭ ટકા ઘટ્યું

16 June, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનના સુપ્રસિદ્ધ એન્ટ ગ્રુપે મુખ્ય એશિયન બજારોમાં સ્ટેબલકૉઇન લાઇસન્સ માટે અરજી કરવાનું વિચાર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

બે દિવસના સુધારા બાદ ગુરુવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનો માહોલ હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૧૭ ટકા ઘટીને ૩.૩૯ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં ૨.૧૪ ટકા ઘટાડો થતાં ભાવ ૧,૦૭,૪૮૫ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૩.૦૯ ટકાનો ઘટાડો થઈને ૨૭૫૬ ડૉલરનો ભાવ બોલાઈ રહ્યો હતો. ૨૪ કલાકના ગાળામાં મોટા ભાગની અગ્રણી ક્રિપ્ટોકરન્સીના ભાવ ઘટ્યા હતા.
ક્રિપ્ટોકરન્સી માર્કેટ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર-કરારની બાબતે સ્પષ્ટતા થવાની રાહ જોઈ રહી છે. આ સાથે જ અમેરિકાના ફુગાવાને લગતા અહેવાલની પણ સમીક્ષા થઈ રહી છે. હાલ માર્કેટ ત્રિભેટે હોવાનું દેખાઈ રહ્યું છે. હાલ તુરંત માર્કેટમાં વૉલેટિલિટી રહેશે.

દરમ્યાન ચીનના સુપ્રસિદ્ધ એન્ટ ગ્રુપે મુખ્ય એશિયન બજારોમાં સ્ટેબલકૉઇન લાઇસન્સ માટે અરજી કરવાનું વિચાર્યું છે. આ ગ્રુપ હૉન્ગકૉન્ગ, સિંગાપોર અને લક્સમબર્ગમાં લાઇસન્સ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે.

business news crypto currency bitcoin china