06 May, 2025 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ વર્ષના એપ્રિલ મહિના દરમ્યાન નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) ઇન્ટરનૅશનલ એક્સચેન્જ ખાતે ગિફ્ટ નિફ્ટીમાં ૧૦૦.૯૩ અબજ અમેરિકન ડૉલર (૮,૫૮,૪૪૫ કરોડ રૂપિયા)નું વિક્રમજનક
ટર્નઓવર થયું છે. આ પહેલાં સપ્ટેમ્બર, ૨૦૨૪માં ૧૦૦.૭ અબજ અમેરિકન ડૉલરના કામકાજનો રેકૉર્ડ થયો હતો.
આ સિદ્ધિ દર્શાવે છે કે ગિફ્ટ નિફ્ટીમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ અને રસ વધી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી અત્યંત સફળ કૉન્ટ્રૅક્ટ બની રહ્યો છે.
ગિફ્ટ નિફ્ટીનો પ્રારંભ ૨૦૨૩ની ૩ જુલાઈથી કરવામાં આવ્યો હતો. પ્રારંભથી જ આ કૉન્ટ્રૅક્ટમાં ટર્નઓવર સતત વધી રહ્યું છે. પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ ૧.૮૩ ટ્રિલ્યન અમેરિકન ડૉલરના ૪૧.૧૮ મિલ્યન કૉન્ટ્રૅક્ટ્સનું કામકાજ થયું છે.