શું થશે જેટ એરનું? 1500 કરોડ નહીં મળે તો થઈ શકે છે બંધ

15 April, 2019 09:07 AM IST  |  નવી દિલ્હી

શું થશે જેટ એરનું? 1500 કરોડ નહીં મળે તો થઈ શકે છે બંધ

જેટના ભવિષ્યનો આજે નિર્ણય

આજનો દિવસ જેટ એરવેઝ માટે મોટો દિવસ છે, કારણ કે આજે તેના ભવિષ્યનો નિર્ણય થશે. બેન્કોએ 1500 કરોડ રૂપિયાની મદદ કરવા માટે એક નવી દરખાસ્તની માંગણી કરી હતી. આ મામલે આજે બેઠક થઈ રહી છે. આ બેઠકના પરિણામ પર નક્કી થશે કે જેટ એરવેઝનું ભવિષ્ય શું રહેશે. રવિવારે જેટ એરવેઝના પાયલટના સંગઠને એવી જાહેરાત કરી હતી કે સોમવારે સવારે 10 વાગ્યાથી તેઓ ફ્લાઈટ નહીં ઉડાવે.

આ પણ વાંચોઃ જેટ એરવેઝના 1,100 પાયલટો નહી ઉડાવે વિમાન

હવે જેટ એરવેઝની ફ્લાઈટ ઉડશે કે નહીં તેનો તમામ આધાર આજની બેઠર પર છે. રવિવારે જેટની માત્ર 5 કે 6 જ ફ્લાઈટ્સ ઉડી હતી. નાણાંકીય સંકટના કારણે જેટના પાયલટ, એન્જિનિયર અને સિનિયર મેનેજમેન્ટને જાન્યુઆરી મહિનાથી વેતન નથી મળ્યું.

મજબૂરીનો ફાયદો ઉઠાવે છે બીજી એરલાઈન્સ
જેટ એરવેઝની મુશ્કેલીનો ફાયદો અન્ય એરલાઈન્સ ઉઠાવી રહી છે. અત્યાર સુધી અન્ય એરલાઈન્સ પાયલટ્સ અને એન્જિનિયર્સને વધુ પગારમાં ઑફર કરે છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ
સંકટના કારણે જેટ એરવેઝે સાર્ક અને આસિયાન દેશોની ફ્લાઈટ અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરવામાં આવી છે. અનેક દેશો માટે 16 એપ્રિલ સુધી કોઈ જ ફ્લાઈટ નથી. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે એમ્સ્ટર્ડમ માટે 18 એપ્રિલ અને પેરિસ માટે 10 જૂન સુધી ટિકિટ બુકિંગ બંધ કરવામાં આવ્યું છે.

jet airways