પહેલી એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો, જીવનમાં આવશે પરિવર્તન

31 March, 2019 07:04 PM IST  | 

પહેલી એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો, જીવનમાં આવશે પરિવર્તન

પ્રતીકાત્મક તસવીર

સોમવારથી દેશના લોકો માટે મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષમાં પહેલી એપ્રિલ, 2019થી કેટલાક નવા નિયમો લાગુ પાડવામાં આવશે. જેમાંથી કેટલાક નિયમોને કારણે તમને રાહત મળશે તો કેટલાક તમારી મુશ્કેલીઓ વધારશે. તો જણાવીએ કે એક એપ્રિલ 2019થી કયા નિયમો તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને કેમ.

કેટલાક ક્ષેત્રોમાં નિયમોને કારણે મળશે રાહત

ટેક્સમાં મળશે છૂટ

એક એપ્રિલ 2019થી નવા નિયમો હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી રહેશે. આ સિવાય બેન્ક અને પોસ્ટ ઑફિસમાં ડિપોઝીટ રકમ 40000 રૂપિયા સુધીનું વ્યાજ પણ રહેશે ટેક્સ ફ્રી અટલે કે આ નિયમથી તમને ટેક્સમાં મોટી રાહત મળવાની છે. ભાડા પર ટીડીએસની સીમાને 1.80 લાખથી વધારીને 2.40 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

બેન્કોમાંથી લોન મળશે સસ્તી

એક એપ્રિલથી બેન્ક MCLRને બદલે RBIના રેપો રેટના આધારે લોન આપશે. RBIનો રેપો રેટ ઘટાવ્યા બાદ બેન્ક્સને પોતાનો વ્યાજ દર ઘટાડવો પડશે. એવામાં બેન્ક પોતે જ નક્કી કરશે કે વ્યાજ દર ક્યારે વધારવી - ઘટાડવી છે... આ કારણે દરેક પ્રકારના કર્જ સસ્તા થવાની આશા છે.

ઘર ખરીદવાનું સપનું થશે પૂરું

નવું ઘર ખરીદનારા લોકોને એક એપ્રિલ, 2019થી રાહત મળવાની છે અને આને કારણે ઘર ખરીદવાનું સપનું પૂરું થશે. એક એપ્રિલથી ઘર ખરીદવું સસ્તું થઈ જશે. જીએસટી પરિષદ દ્વારા નિર્માણાધીન મકાનો પર વ્યાજ એક ટકા અને અન્ય વર્ગના મકાનો પર 5 ટકા ઘટાડી દેવામાં આવ્યું. આને કારણે ઘરના નિર્માણ ખર્ચમાં ઘટાડો થશે.

રેલવેમાં મળશે આ સુવિધા

એક એપ્રિલ, 2019થી રેલવેના કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યાં છે. રેલવે એક એપ્રિલથી સંયુક્ત PNR જનરેટ કરશે. જો કોઈ વ્યક્તિને બે ટ્રેનથી મુસાફરી કરવી હોય, તો તેના નામ પર સંયુક્ત PNR જનરેટ થશે. એક એપ્રિલથી કનેક્ટિંગ ટ્રેન છૂટવાથી ટિકિટની રકમ પાછી થઈ જશે.

EPFOમાં થશે લાભ

એક એપ્રિલ 2019થી EPFOના નવા નિયમો લાગુ પડવાથી નોકરી બદલતાં તમારું પીએફ પોતાની જાતે ટ્રાન્સફર થઈ જશે. આ પહેલા EPFOના સભ્યોને UAN મૂક્યા પછી પણ પીએફ ટ્રાન્સફર કરવા માટે અલગથી અરજી કરવી પડતી હતી.

વીમામાં થશે લાભ

એક એપ્રિલથી વીમાના નિયમોમાં પર બદલાવ લાગુ પાડવામાં આવશે. આને લીધે જીવન વીમાં પૉલિસી લેવી થશે સસ્તી. નિયમમાં પરિવર્તનનો ફાયદો 22થી 50 વર્ષના લોકોને થશે.

આ પણ વાંચો : જો તમે એપ્રિલમાં જેટ એરવેઝમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમે થશે હેરાન

સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ મળશે

સોમવારથી વાહન બનાવનાર કંપનીઓ પર નવા નિયમો લાગુ પડશે. એક એપ્રિલ 2019થી તેમને હાય સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ આપવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.