ફ્રૅન્કલિન ટેમ્પલ્ટન સંસ્થાકીય રોકાણકારો માટે બ્લૉકચેઇન ફંડનું લિસ્ટિંગ કરાવશે

12 May, 2023 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસી૧૫ ઇન્ડેક્સ ૮૪ પૉઇન્ટ ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

જાણીતી ઍસેટ મૅનેજમેન્ટ કંપની ફ્રૅન્કલિન ટેમ્પલ્ટન સંસ્થાકીય રોકાણકારો માટે બ્લૉકચેઇન ફંડનું લિસ્ટિંગ કરાવવાની છે. કંપની હાલ ૧.૪ ટ્રિલ્યન ડૉલરની ઍસેટ અંડર મૅનેજમેન્ટ (એયુએમ) ધરાવે છે. બ્લૉકચેઇન ફંડ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ ગણાશે અને એમાં ઓછામાં ઓછું એક લાખ ડૉલરનું રોકાણ કરવાનું રહેશે. આની પહેલાં કંપની વેન્ચર કૅપિટલિસ્ટ્સ માટે બ્લૉકચેઇન ફંડ સ્થાપી ચૂકી છે. આ લિસ્ટિંગ પરથી કહી શકાય કે નાણાકીય સંસ્થાઓ હવે બ્લૉકચેઇન અને ડિજિટલ ઍસેટ્સના રોકાણમાં રસ લેવા લાગી છે. 

અગાઉ, ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૦.૨૨ ટકા (૮૪ પૉઇન્ટ) ઘટીને ૩૭,૮૮૫ પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૩૭,૯૬૯ ખૂલીને ૩૮,૬૧૮ની ઉપલી અને ૩૭,૩૩૦ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

business news