એફપીઆઇએ શૅરબજારમાં ૭૨૦૦ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું

28 March, 2023 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગનાં વૈશ્વિક ઇક્વિટી બજારોમાં તીવ્ર પુનઃ પ્રાપ્તિ જોવા મળી હતી છતાં મેક્રો સેન્ટિમેન્ટ અસ્થિર રહ્યાં હતાં

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

વિદેશી રોકાણકારો-ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ આ મહિને અત્યાર સુધી ભારતીય ઇક્વિટીમાં ૭૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જે મુખ્યત્વે અમેરિકા સ્થિત જીક્યુજી પાર્ટનર્સ દ્વારા અદાણી ગ્રુપની કંપનીઓમાં જથ્થાબંધ રોકાણ દ્વારા સંચાલિત છે.

જિયોજિત ફાઇનૅન્શિયલના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રૅટેજિસ્ટ વી. કે. વિજયકુમારે જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં સિલિકૉન વૅલી બૅન્ક અને સિગ્નેચર બૅન્કના પતન પછી યુએસ બૅન્કિંગ સિસ્ટમમાં તણાવ દેખાયો હતો. મોટા ભાગનાં વૈશ્વિક ઇક્વિટી બજારોમાં તીવ્ર પુનઃ પ્રાપ્તિ જોવા મળી હતી છતાં મેક્રો સેન્ટિમેન્ટ અસ્થિર રહ્યાં હતાં, કારણ કે યુરોપિયન અને યુએસ બૅન્કોમાં નબળાઈઓ ધ્યાન હેઠળ હતી.

ડિપોઝિટરીઝ સાથેના ડેટા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ૨૫ માર્ચ સુધી ભારતીય ઇક્વિટીમાં ૭૨૩૩ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ પણ વાંચો: Income Tax: ખુશખબર.. સરકાર 1 એપ્રિલથી ટેક્સપેયર્સને આપવા જઈ રહી છે આ મોટી રાહત

આ રોકાણ ફેબ્રુઆરીમાં ૫૨૯૪ કરોડ રૂપિયા અને જાન્યુઆરીમાં ૨૮,૮૫૨ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ આવ્યું હતું. આ પહેલાં, ફન્ડોએ ડિસેમ્બરમાં ૧૧,૧૧૯ કરોડ રૂપિયાની ચોખ્ખી રકમનું રોકાણ કર્યું હતું.

વિજયકુમારે જણાવ્યું હતું કે માર્ચમાં આવેલા પ્રવાહમાં જીક્યુજી દ્વારા અદાણીના ચાર શૅરોમાં ૧૫,૪૪૬ કરોડ રૂપિયાના બલ્ક રોકાણને કારણે વધારો થયો છે. દેશમાં માર્ચમાં રોકાણ વધ્યું છે, પરંતુ ચાલુ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધી નેટ ૨૬,૯૧૩ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે.

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex