ફોર્ડ મોટરની ટીમ આવતા સપ્તાહે વિજય રૂપાણી સાથે કરશે બેઠક

20 February, 2020 03:34 PM IST  |  અમદાવાદ

ફોર્ડ મોટરની ટીમ આવતા સપ્તાહે વિજય રૂપાણી સાથે કરશે બેઠક

વિજય રૂપાણી

વિશ્વની મોટી કાર કંપની ફોર્ડ મોટરની ટીમ આવનારા સપ્તાહે ગુજરાતની મહેમાન બનશે. મળી રહેલી માહિતી પ્રમાણે ફોર્ડ કાર કંપનીના ગ્લોબલ મેનેજમેન્ટ ટીમના સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે. રૂપાણી અને ફોર્ડ કંપની સાથેની આ મુલાકાતમાં રાજ્યના મુખ્ય સચિવ અને ઉદ્યોગ કમિશ્નર સહીત ટોચના અધિકારીઓ હાજર રહેશે. જોકે, આ મુલાકાતનો હેતુ હજુ સુધી સ્પષ્ટ રીતે જાણી શકાયો નથી. પરંતુ મળતી માહિતી મુજબ ફોર્ડના ગુજરાત પ્લાન્ટને લઈને આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

ફોર્ડ ભારતમાં મહિન્દ્રા સાથે જોડાણ કરી શકે છે

ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી સાથેની મુલાકાતને લઇને સુત્રો દ્વારા મળી રહેલ માહિતી પ્રમાણે આ બેઠકમાં ફોર્ડના અધિકારીઓ મહિન્દ્ર સાથેના જોડાણને લઇને મુખ્ય મુદ્રો રહેવાની સંભાવના છે. મહત્વની વાત એ છે કે ફોર્ડને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની પોતાનું ઇન્ડિયા ઓપરેશન ઘટાડવા અંગે વિચાર કરી રહી છે. આ ઉપરાંત તે મહિન્દ્રા ગ્રુપ સાથેના સયુંકત સાહસને આગળ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અગાઉ અપ્રિલ મહિનામાં મહિન્દ્રા ગ્રુપ અને ફોર્ડ મોટર કંપનીએ મિડ સાઇઝ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ(SUV) વિક્સાવવા માટે ડેફિનેટિવ એગ્રીમેન્ટ કરીને તેમનાં વર્તમાન વ્યૂહાત્મક જોડાણ અંગેની જાહેરાત કરી હતી.


સાણંદના પ્લાન્ટમાં કરશે કારનું ઉત્પાદન
સુત્રો દ્રારા મળી રહેલી માહિતી પ્રમાણે જો ફોર્ડ અને મહિન્દ્રા વચ્ચેનું જોડાણ સફળ રહેશે તો ગુજરાતના મહિન્દ્રાના પ્લાન્ટમાં કારનું ઉત્પાદન કરી શકે છે. આ પ્લાન્ટમાં મહિન્દ્રના વર્તમાન મોડેલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બનાવવા માટે બંને કંપનીઓ વચ્ચે વાતચીત થઇ હતી. જોકે
, આ બાબતે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો : 
મુકેશ અંબાણી: ભારતના સૌથી ધનિક વ્યક્તિની સક્સેસ સ્ટોરી


ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં હાલ 1.20 લાખ કારનું ઉત્પાદન થાય છે
ફોર્ડ મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં સાણંદ ખાતે 2015માં પોતાનો પ્લાન્ટ સ્થાપિત કર્યો હતો. કંપનીનો ભારતમાં આ બીજો પ્લાન્ટ છે. ગુજરાત પ્લાન્ટની 2.20 લાખ કારની સ્થાપિત ઉત્પાદન ક્ષમત સામે વર્તમાન ઉત્પાદન 1.20 લાખ કારનું છે, એટલે કે પ્લાન્ટનું યુટીલાઈઝેશન તેની ક્ષમતના 50% જેટલું જ છે. હાલ આ પ્લાન્ટમાં 3,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે.

Vijay Rupani business news gujarat