નવો કાયદો : ફૂડ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ વજનના પૅકેજિસમાં વેચવી ફરજિયાત

06 November, 2011 01:01 AM IST  | 

નવો કાયદો : ફૂડ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ વજનના પૅકેજિસમાં વેચવી ફરજિયાત

 

આ સુધારા મુજબ પૂરા દેશમાં સ્ટાન્ડર્ડ પૅકેજિંગ સિસ્ટમ ફૉલો કરવી પડશે. આમ ૧ જુલાઈ ૨૦૧૨ પછી બિસ્કિટ્સ, ચિપ્સ ઇત્યાદિ પ્રોડક્ટ્સ ૧૦૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ અને ૧ કિલોની સ્ટાન્ડર્ડ સાઇઝના પૅકમાં જ વેચવી પડશે એવું ફૂડ ઍન્ડ કન્ઝ્યુમર અર્ફેસ મંત્રાલયમાંના એક સાધને જણાવ્યું હતું. હમણાં આવી ચીજો ૮૮ ગ્રામ અને ૮૯ ગ્રામ જેવા નૉન-સ્ટાન્ડર્ડ પૅકિંગમાં લીડિંગ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપનીઓ વેચતી હોય છે. ભાવ વધારવાના વિકલ્પને બદલે તેઓ પૅકિંગનું વજન ઘટાડીને માર્કેટ શૅર જાળવવા પ્રયત્નશીલ હોય છે. હવે નવા પૅકેજિંગ કાયદામાં ભંગ કરનારને કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. પચીસ હજારથી એક લાખ રૂપિયા સુધીનો દંડ અને બીજી વાર પકડાય તો પેનલ્ટી સાથે એક વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ નવા કાયદામાં છે.