ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે એડવાન્સ ટેક્સ પેટે ચુકવ્યા 699 કરોડ

02 January, 2019 03:12 PM IST  | 

ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે એડવાન્સ ટેક્સ પેટે ચુકવ્યા 699 કરોડ

ફ્લિપકાર્ટના ફાઉંડર સચિન બંસલ

ફ્લિપકાર્ટના સંસ્થાપક સચિન બંસલે નાણાંકીય વર્ષ 2018-19ના પ્રથમ ક્વાર્ટર માટે 699 કરોડ રૂ્પિયા એડવાન્સ ટેક્સ પેટે ચુકવ્યા છે. આ રકમમાં એ કેપિટલ ગેઈન પર સામેલ છે જે તેમને ફ્લિપકાર્ટમાં પોતાનો હિસ્સો અમેરિકી રીટેઈલની દિગ્ગજ કંપની વૉલમાર્ટને વેચવા પર મળ્યો છે. આ જાણકારી કેટલાક મીડિયો રીપોર્ટ્સના માધ્યમથી સામે આવી છે.

આવકવેરા વિભાગના સૂત્રો પ્રમાણે ફ્લિપકાર્ટના કો-ફાઉંડર અને સચિન બંસલના પાર્ટનર બિન્ની બંસલે અત્યાર સુધીમાં ઈ-કૉમર્સ પ્લેટફૉર્મમાં પોતાનો હિસ્સો વેચવા પર મળેલા કેપિટલ ગેઈનનો ખુલાસો નથી કર્યો. આ પહેલા આવકવેરા વિભાગે સચિન અને બિન્ની સહિત અન્ય સ્ટેકહૉલ્ડર્સને નોટિસ મોકલીને કહ્યું હતું કે તેઓ ફ્લિપકાર્ટમાં પોતાના શેર વેચવા પર મળેલા કેપિટલ ગેઈનનો ખુલાસો કરે. આ જ રીતે વૉલમાર્ટને પણ નોટિસ મોકલવામાં આવી હતી. જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે તેણે કેપિટલ ગેઈન પર વિદહોલ્ડિંગ ટેક્સ ચુકવી દીધો છે જે તને ફ્લિપકાર્ટના વિદેશી સ્ટેકહોલ્ડર્સ પાસેથી મળ્યો છે.

આ પણ વાંચોઃ જેટ ઍયરવેઝે દેવાળું ફૂક્યું, તૂટ્યો કંપનીનો શેર


ગયા વર્ષે વૉલમાર્ટે ફ્લિપકાર્ટનો 77 ટકા હિસ્સો 16 અરબ ડૉલરમાં ખરીદ્યો હતો. જે બાદ તેણે આવકવેરા વિભાગને 7, 439.40 કરોડ રૂપિયાનો વિદહોલ્ડિંગ ટેક્સ ચુકવ્યો હતો. જે બાદ આવકવેરા વિભાગે વૉલમાર્ટને કહ્યું હતું કે તે ફ્લિપકાર્ટ સહિત તમામ 46 વિદેશ શેરધારકોની વિગતો આપે અને અને જણાવે કે તમામને આ ડીલ છે કેટલો કેપિટલ ગેઈન થયો છે.

flipkart