ફ્લિપકાર્ટના સહ-સંસ્થાપક બિન્ની બંસલે 531 કરોડમાં વૉલમાર્ટને વેચ્યા શેર

24 June, 2019 04:37 PM IST  |  મુંબઈ

ફ્લિપકાર્ટના સહ-સંસ્થાપક બિન્ની બંસલે 531 કરોડમાં વૉલમાર્ટને વેચ્યા શેર

બિન્ની બંસલે 531 કરોડમાં વૉલમાર્ટને વેચ્યા પોતાના શેર

ભારતની પ્રમુખ ઈ-બિઝનેસ કંપનીના સહ-સંસ્થાપક બિન્ની બંસલે 7.6 કરોડ ડૉલર એટલે કે લગભગ 531 કરોડ રૂપિયામાં પોતાના 54 લાખ ઈક્વિટી શેર દુનિયાની જાણીતી રિટેઈલ કંપની વૉલમાર્ટની લક્ઝમબર્ગમાં આવેલી કંપની એફઆઈટી હોલ્ડિંગ્સ એસએઆરએલને વેચી દીધા છે. બિઝનેસ ઈંટેલીજંસ પ્લેટફોર્મ પેપરડૉટવીસીએ સોમવારે આ જાણકારી આપી.

ચેન્નઈ સ્થિત પેપરડૉટવીસીએ આઈએએનએસને ઈમેઈલના માધ્યમથી જણાવ્યું કે, વૉલમાર્ટે પોતાની લક્ઝમબર્ગમાં સ્થિત કંપની એફઆઈટી હોલ્ડિંગ્સ એસઆરએલના માધ્યમથી 7.6 કરોડ ડૉલરમાં ફ્લિપકાર્ટના પહેલા સહ-સંસ્થાપક બિન્ની બંસલના 5 લાખ 39 હજાર 912 શેર ખરીદીને ઈ-કોમર્સ કંપનીમાં પોતાનો ભાગ વધાર્યો છે.

એક વર્ષ પહેલા વૉલમાર્ટે ફ્લિપકાર્ટને ટેક ઓવર કર્યું હતું. અને હવે બિન્ની બંસલે નવા માલિકને પોતાનો વધુ હિસ્સો વેચ્યો છે. 2018માં જ્યારે વૉલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદ્યું ત્યારે બિન્ની બંસલ પાસે 3.85% હિસ્સો હતો. જેમાંથી તેણે 5 લાખ 39 હજાર 912 શેર વૉલમાર્ટને આપ્યા છે. હવે તેની પાસે 3.52% હિસ્સો વધ્યો છે.

આ પણ વાંચોઃ સચિન બંસલે ઓલામાં ૬૫૦ કરોડનું રોકાણ કર્યું

વૉલમાર્ટે ફ્લિપકાર્ટને ગયા વર્ષે 16 બિલિયન ડૉલરમાં ખરીદ્યું હતું. જેમાં સચિન બંસલે પોતાનો તમામ હિસ્સો વેચી દીધો હતો. જ્યારે બિન્ની બંસલ માટે કેટલોક હિસ્સો બાકી હતો.

flipkart