નાણામંત્રાલયે RVNLનો હિસ્સો વેચવા માટે નિયમો હળવા કર્યા

27 May, 2017 06:58 AM IST  | 

નાણામંત્રાલયે RVNLનો હિસ્સો વેચવા માટે નિયમો હળવા કર્યા



ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમેન્ટે (DIPAM - દીપમ) રિવાઇઝ્ડ રિક્વેસ્ટ ફૉર પ્રપોઝલ જાહેર કરી છે, જે મુજબ એક વાર ઓછામાં ઓછા ૨૫૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ મૅનેજ કરનાર મર્ચન્ટ બૅન્કરને બિડની પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી અપાઈ છે. પહેલાંની પ્રપોઝલમાં આ મર્યાદા ૫૦૦ કરોડ રૂપિયા હતી, જે દીપમે RVNLના IPO માટે જાહેર કરી હતી.

દીપમનો આશય પાંચ મર્ચન્ટ બૅન્કરની નિમણૂક કરવાનો હતો, પરંતુ કડક ધોરણોને લીધે ત્રણ જ મળ્યા હતા. એ ત્રણમાં અન્ડલવાઇસ ફાઇનૅન્શ્યલ સર્વિસિસ, યસ સિક્યૉરિટીઝ અને IDFC બૅન્ક લિમિટેડ સામેલ હતી.

હવે નવી પ્રપોઝલ પ્રમાણે દીપમે જાહેર કર્યું છે કે એ પાંચને બદલે ત્રણ જ મર્ચન્ટ બૅન્કરનો સમાવેશ કરશે. બિડ ભરવાની છેલ્લી તારીખ ૧૯ જૂન છે.

RVNLએ ૨૦૧૫-’૧૬માં ૨૮૭.૫૯ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો અને એની નેટવર્થ ૨૮૨૭.૮૩ કરોડ રૂપિયા હતી. પબ્લિક ઑફરિંગનો કેટલોક હિસ્સો કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવશે. લાયકાત ધરાવતા કર્મચારીઓ તેમ જ રીટેલ રોકાણકારોને ઇશ્યુની કિંમત કરતાં ડિસ્કાઉન્ટમાં શૅરની ઑફર કરવામાં આવશે.