20લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજમાંથી ખેડૂતો, મજૂરો માટે વિશેષ જાહેરાત

14 May, 2020 06:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

20લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજમાંથી ખેડૂતો, મજૂરો માટે વિશેષ જાહેરાત

તસવીર સૌજન્ય: એએનઆઈ

કોરોના વાયરસ (COVID-19)ને લીધે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ થાય તે પહેલા આત્મનિર્ભર ભારત પર જોર આપવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું અને 20 લાખ કરોડ રૂફિયાના આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. બુધડારે નાણા પ્રધાન નિર્મલા સિતારમણે MSME લઘુ ઉદ્યોગો, કૂટિર ઉદ્યોગો અને પીએફ ખાતાધારકો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. આજે 14 મે 2020 ગુરુવારના રોજ નાણાપ્રધાને વધુ કેટલીક મહત્વની જાહેરાત કરી છે. જેમાં નાના ખેડૂતો, પ્રવાસી શ્રમિકો અને શહેરી ગરીબો માટે એલાન કરવામાં આવ્યાં છે.

નાણા પ્રધાને આજે કરેલી જાહેરાતની વિગતો:

- ખેડૂતોએ 4 લાખ કરોડની લોન લીધી, ખેડૂતોને લોન પર 3 મહિનાની છૂટ આપવામાં આવી

- ઈન્ટ્રેસ્ટ સબવેંશન સ્કીમને વધારી 31મે સુધી કરવામાં આવી

- 25 લાખ નવા કિસાન ક્રેડિટકાર્ડ આપવામાં આવ્યાં

- નાબાર્ડે ગ્રામીણ બેંકોને 29500 કરોડની મદદ આપી છે

- બધા વર્કર્સને ન્યૂનતમ વેતનના અધિકાર આપવાની તૈયારી, આવી રીતે ન્યૂનતમ વેતનમાં ક્ષેત્રીય અસમાનતા ખતમ કરવાની યોજના

- તમામ કર્મચારીઓ માટે વાર્ષિક હેલ્થ ચેકઅપ પણ ફરજીયાત કરવાની યોજના, સંસદમાં આ બાબતે વિચાર કરવામાં આવી રહ્યો છે

- મહિલાઓ માટે નાઈટ શિફ્ટમાં કામ કરવાને લઈ ગાઈડલાઈન બનાવવામાં આવશે

- ઘર તરફ વાપસી કરી રહેલા મજૂરોને સહાયતા આપવામાં આવી રહી છે, મનરેગા અંતર્ગત તેમને રોજગાર આપવામાં આવશે, 2.33 કરોડ લોકોને ફાયદો, ન્યૂનતમ મજૂરી પહેલા જ 182થી વધારી 202 રૂપિયા કરી દેવામાં આવી છે

- શહેરી ગરીબોને 11,000 કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી છે. શહેરી ગરીબો માટે રાજ્ય સરકારોને આપદા ફંડનો ઉપયોગ કરવાની મંજૂરી છે જેથી તેમને ભોજન અને આવાસ ઉપલબ્ધ કરાવી શકે. આ માટે કેન્દ્રથી પૈસા મોકલવામા આવે છે.

-  શહેરી વિસ્તારોમાં રહેતા બેઘર લોકોને શેલ્ટર હોમમાં ત્રણ ટાઈમનુ ભોજન સંપૂર્ણપણે કેન્દ્ર સરકારના પૈસાથી થઈ રહ્યું છે

- 50 લાખ સ્ટ્રીટ ટ્રેડરને 10 હજારની વિશેષ લોન આપવામાં આવશે, તે માટે સરકાર 5 હજાર કરોડ ખર્ચ કરશે

- મિડલ ઈનકમ ગ્રુપ જેની વાર્ષિક આવક 6થી 18 લાખ છે તેમને મળતી હાઉસિગ લોન પર ક્રેડિંટ લિંક્ડ સબ્સિડી સ્કીમની ડેડલાઈન માર્ચ 2021 સુધી વધી. જેની શરૂઆત મે 2017માં થઈ હતી

- ખેડૂતો માટે 30 હજાર કરોડનું વધારાનું ઈમરજન્સી કેપિટલ ફંડ નાબાર્ડને આપવામાં આવશે. આ નાબાર્ડને મળેલ 90 હજાર કરોડના પહેલા ફંડનું એડિશનલ હશે અને તાત્કાલિક જાહેર કરવામાં આવશે

- 1 જૂનથી રાશનકાર્ડ નેશનલ પોર્ટેબિલિટી એટલે કે 'વન નેશન વન રાશન કાર્ડ' લાગૂ કરવામાં આવશે. ઓગસ્ટ 2020 સુધી 23 રાજ્યોના 67 કરોડ લાભાર્થીઓને કવર કરવામાં આવશે. માર્ચ 2021 સુધી તમામ રાશન કાર્ડ કવર થશે. આ સ્કીમમાં એક રાશન કાર્ડ પર રાશનકાર્ડ ધારક દેશના કોઈપણ ખુણે પોતાના ભાગનું રાશન લઈ શકે છે. દેશમાં 80 કરોડથી વધુ રાશનકાર્ડધારક છે.

- બધા જ પ્રવાસી મજૂરોને 2 મહિના સુધી મફત અનાજ મળશે

- જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને પણ 5 કિલો અનાજ મળશે, અઅવનાર બે મહિના માટે 9 કરોડ મજુરોને લાભ થશે

- પ્રવાસી મજૂરો અને શહેરી મજૂરોને છત મળી રહે તે માટે મોદી સરકાર યોજના બનાવી રહી છે. આગામી સમયમાં ઓછા ભાડાવાળા ઘર મળશે, અને તેને પ્રધાનમંત્રી આવાસયોજના અંતર્ગત લાવવામાં આવશે

- શિશુ લૉનઃ 50,000 રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે

- રુણ લૉનઃ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે

- મુદ્રા સ્કીમ અંતર્ગત 50,000 રૂપિયા કે તેનાથી ઓછી મુદ્રા (શિશુ) લૉન ચૂકવનારા પર ત્રણ મહિનાની છૂટ મળી છે. જે બાદ 2 ટકા સબવેંશન સ્કીમ એટલે કે વ્યાજમાં છૂટનો ફાયદો આગલા 12 મહિના સુધી આપવામાં આવશે. જેનાથી 3 કરોડ લોકોને કુલ 1500 કરોડ રૂપિયાનો ફાયદો થશે

national news finance ministry nirmala sitharaman business news