રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે મેક ઇન ઇન્ડિયા જરૂરી: નાણા પ્રધાન

16 May, 2020 06:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે મેક ઇન ઇન્ડિયા જરૂરી: નાણા પ્રધાન

તસવીર સૌજન્ય: એએનઆઈ

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આત્મનિર્ભર ભારતની પહેલના ભાગરૂપે આજે ચોથા દિવસની જાહેરાત કરી હતી. 20 લાખ કરોડ રૂપિયાના પેકેજમાંથી આજે ચોથા ભાગની જાહેરાત કરી હતી. નાણા પ્રધાને કહ્યું હતું કે, સરકાર વ્યાપક પ્રમાણમાં વધુ ગહનતાથી આર્થિક મોરચે સુધારા હાથ ધરવા માગે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જીએસટી, આઈબીસી સહિતના અનેક પગલાં ભર્યા છે. જે દેશની આર્થિક કામગીરી મજબૂત કરવામાં અત્યંત મહત્વના સાબિત થઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારત માટે રોકાણને ઝડપી બનાવવા માટે નીતિ વિષયક પગલાં ભરવાની જરૂર પડશે.

આજે નાણા પ્રધાને કરેલી જાહેરાતો:

-  મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદન માટે આત્મનિર્ભર બનવામાં આવશે

- ચોક્કસ સમય મર્યાદામાં પ્રતિબંધ મુકવા માટે ચોક્કસ પ્રકારના હથિયારો/પ્લેટફોર્મની યાદી રજૂ કરવામાં આવશે

- સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે વિદેશી રોકાણની મર્યાદાને 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવશે

- જેટલા કોલસાની જરૂરત હોય એટલા જ પ્રમાણમાં કોલસાની આયાત કરવામાં આવશે. ખાણ ક્ષેત્રમાં ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે

- ખાસ કરીને ઉત્ખનનમાં અત્યાધુનિક ટેકનોલોજી લાવવા તથા વિકાસ, રોજગારીને વેગ આપવા માટે માળખાગત સુધારા કરવામાં આવશે

- નાગરિક ઉડ્ડયન માટે કાર્યક્ષમ એરસ્પેસ મેનેજમેન્ટ સાથે ફ્લાઈંગ કોસ્ટમાં રૂપિયા 1,000 કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે

- ભારતીય એરસ્પેશના ફક્ત 60 ટકા જ મુક્તપણ ઉપલબ્ધ બનશે

- પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મારફતે વિમાની મથકોને વિશ્વ કક્ષાના બનાવવામાં આવશે

- એએઆઈ દ્વારા 6 હવાઈ મથકને પીપીપી અંતર્ગત વિકસિત કરવામાં આવશે

- એરક્રાફ્ટ મેન્ટેઈનન્સ, રિપેર અને ઓવરહોલ્ટ (એમઆરઓ) માટે ભારતને ગ્લોબલ હબ બનાવવામાં આવશે

- એરસ્પેશના મહત્તમ ઉપયોગ સાથે ઈંધણના વપરાશ તથા સમયની બચત કરવામાં આવશે

- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ડાઉનપેમેન્ટ રૂપે રૂપિયા 2,300 કરોડ મળશે

- વિમાનોના જાળવણી ખર્ચ (મેન્ટેઈનન્સ કોર્ટ)ને ઘટાડવામાં આવશે

- આગામી ત્રણ વર્ષમાં એરક્રાફ્ટ કોમ્પોનેન્ટ રિપેર્સ અને એરફ્રેમ મેન્ટેઈન્સને રૂપિયા 800 કરોડથી વધારી રૂપિયા 2000 કરોડ થશે

ટેરિફ પોલિસી રિફોર્મ:

- ડિસ્કોમની અકાર્યક્ષમતાની ગ્રાહક પર બોજ નહીં પડવા દેવામાં આવે

- ડિસ્કોમ્સે ગ્રાહકોને પૂરતી વીજળી પૂરી પાડવી પડશે

- લોડશેડિંગ કરનારને દંડ કરવામાં આવશે

- સબસિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ કરવામાં આવશે

- સ્માર્ટ પ્રિપેડ મીટર લગાવવામાં આવશે

- કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે

- વાઈએબિલિટી ગેપ ફંડિંગ સ્કીમ હેઠળ સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી સેક્ટરના રોકાણને ઉત્તેજન આપવામાં આવશે. આ માટે રૂપિયા 8100 કરોડ આપવામાં આવશે

- વાઈબિલિટી ગેપ ફંડિંગમાં રાજ્ય સરકાર 30 ટકા અને કેન્દ્ર 30 ટકા આપશે

- આવકાશને લગતી કામગીરીમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે

- ભારતીય ખાનગી ક્ષેત્ર ભારતના સ્પેશ સેક્ટરની યાત્રામાં કો-ટ્રાવેલર બનશે

- સેટેલાઈ, લોંચિસ અને સ્પેશ આધારિત સેવાઓમાં ખાનગી કંપનીઓને સમાન તક આપવામાં આવશે

- મેડિકલ આઈસોટોપેસના ઉત્પાદન માટે પીપીપી મોડેલમાં રિસર્ચ રિએક્ટર સ્થાપવામાં આવશે. કેન્સર અને અન્ય રોગોની ઓછા ખર્ચે સારવાર થાય તે માટે માનવીય કલ્યાણલક્ષી બાબતને પ્રોત્સાહન આપવામાં આવશે

- ખાદ્ય જાળવણી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પીપીપી મોડેલ હેઠળ સુવિધાઓ સ્થાપવામાં આવશે

- કૃષિ ક્ષેત્રમાં સુધારા તથા ખેડૂતોને મદદ કરવા માટે પણ તે ઉપયોગ બનશે. ટેકનોલોજી ડેવલપમેન્ટ કમ ઈનક્યુબેશન સેન્ટર ન્યુક્લિયર સેક્ટરમાં ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને જોડવામાં આવશે. તે સંશોધન સુવિધા અને ટેક-એન્ટરપ્રેનર્સ વચ્ચે સિનર્જીને વેગ આપવા કામ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ રૂપિયા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. ત્યારબાદ નાણાં પ્રધાને ચાર દિવસ સુધી તેનું બ્રેકઅપ આપ્યું છે. અત્યાર સુધીમાં 18 લાખ કરોડ રૂપિયાના બ્રેક અપ આપી ચુક્યા છે. પ્રથમ પેકેજમાં 7.35 લાખ કરોડ રૂપિયા જારી થયા. જ્યારે બીજા પેકેજમાં 5.94, ત્રીજા પેકેજમાં 3.16 લાખ કરોડ રૂપિયા અને ચોથા પેકેજમાં 1.55 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

national news finance ministry business news nirmala sitharaman