એચડીએફસીમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ વધ્યું

20 October, 2012 06:44 AM IST  | 

એચડીએફસીમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ વધ્યું



જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં એચડીએફસીમાં એફઆઇઆઇનું હોલ્ડિંગ ૬૬.૭૪ ટકા હતું એ સપ્ટેમ્બરના અંતે વધીને ૬૮.૭૨ ટકા થયું છે. માર્ચ ૨૦૦૭ના અંતે હોલ્ડિંગ ૬૮.૮૫ ટકા હતું. ઍનલિસ્ટ્સનું માનવું છે કે એચડીએફસીના શૅરમાં કરેલા રોકાણ પર સતત સારું વળતર મળે છે એટલે વિદેશી રોકાણકારો આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પસંદ કરે છે.

સપ્ટેમ્બર ૨૦૧૧ના અંતે કંપનીની ઇક્વિટીમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનું હોલ્ડિંગ ૨૯.૦૫ ટકા હતું એ સપ્ટેમ્બર ૨૦૧૨ના અંતે ઘટીને ૧૮.૦૩ ટકા થયું છે. સપ્ટેમ્બર ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં સેન્સેક્સમાં ૭ ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. જ્યારે એચડીએફસીના શૅરનો ભાવ ૧૮ ટકા વધ્યો છે.

એચડીએફસી = હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર