ફેસબુકની વૅલ્યુ રિલાયન્સ કરતાં બમણી

01 December, 2011 07:53 AM IST  | 

ફેસબુકની વૅલ્યુ રિલાયન્સ કરતાં બમણી



(અનિલ પટેલ)

અમદાવાદ, તા.૧

મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કૅપ ૨.૫૩ લાખ કરોડ રૂપિયાનું છે. એમની અન્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું માર્કેટ કૅપ ૫૩૧ કરોડ રૂપિયા છે. આ ધોરણે મુકેશ અંબાણી કરતાં પણ ફેસબુકની સાઇઝ બમણી થવા જાય છે.

અનિલ અંબાણીની છ કંપનીઓનું કુલ માર્કેટ કૅપ આજની તારીખે ૫૭,૦૦૦ કરોડ રૂપિયાનું હશે. આમ અંબાણીબંધુઓની આઠ કંપનીઓનું સંયુક્ત વૅલ્યુએશન બજારની રીતે ૩.૧૦ લાખ કરોડ રૂપિયા બેસે છે.

ગોલ્ડમૅન સાશ તથા અન્ય ઇન્વેસ્ટરોએ જાન્યુઆરીમાં ૧૫૦ કરોડ રૂપિયાનું ખાનગી રાહે ફેસબુકમાં રોકાણ કર્યું હતું, જે અત્યારે ૩૦૦ કરોડ રૂપિયાનું થઈ ગયું છે. ફેસબુક ઇન્કૉર્પોરેશનની મુખ્ય હરીફ ગૂગલ વર્ષ ૨૦૦૪માં આઇપીઓ મારફત ૧૬૭ કરોડ ડૉલર ઊભા કરી ગઈ હતી. આજે એની વૅલ્યુ એટલે કે માર્કેટ કૅપ ૧૮૯ અબજ ડૉલરની છે, તો ઍપલ ૩૪૭ અબજ ડૉલરના વૅલ્યુએશન સાથે વિશ્વની સૌથી મોટી કંપની ગણાય છે. ૮૦ કરોડ યુઝર્સ ધરાવતી ફેસબુકની રેવન્યુ ગત વર્ષે ૨૦૦ કરોડ ડૉલર હતી. આ વર્ષે તે બેવડાઈ ૪૨૭ કરોડ ડૉલર થવાનો અંદાજ છે. એનું વર્તમાન વૅલ્યુએશન આ રેવન્યુને ૨૩ ગણું ડિસ્કાઉન્ટ કરે છે.