શૅરોમાં દરેક ઘટાડે માલ ભેગો કરનાર માલધારી ફાવશે

29 November, 2012 06:25 AM IST  | 

શૅરોમાં દરેક ઘટાડે માલ ભેગો કરનાર માલધારી ફાવશે



મિડ-વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી


મંગળવારે નીચામાં ૧૮,૬૧૬.૫૫ રહી ઉપરમાં ૧૮,૮૬૨.૭૦ સુધી આવી ૩૦૫.૦૭ પૉઇન્ટના સુધારે ૧૮,૮૪૨.૦૮ બંધ રહ્યો. ઉપરમાં ૧૮,૮૯૫ ઉપર ૧૮,૯૭૪ રસાકસીની સપાટી ગણાય. નીચામાં ૧૮,૬૮૦ નીચે ૧૮,૫૯૦ સપોર્ટ ગણાય. બજારમાં સ્ક્રિપ-આધારિત વેચાણકાપણીના ઉછાળા જોવા મળ્યાં છે.

એફઆઇઆઇની લેવાલી જરૂર ધીમી પડી છે, પરંતુ વેચવાલી પણ નથી. માટે સ્ક્રિપ-આધારિત માલ ભેગો કરનાર જરૂર નફો કરી શકે છે. ખાસ કરીને એવી સ્ક્રિપો કે જેનો ઑપરેટર દમદાર હોય. રોકડાના ફાલતુ શૅરોથી દૂર રહેવા વિનંતી.

નિફ્ટી ફ્યુચર (૫૭૩૨.૦૫) નીચામાં ૫૫૫૫.૫૫ સુધી આવીને સુધારો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭૪૦ ઉપર ૫૭૮૨, ૫૮૧૯, ૫૮૫૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૭૦૦ નીચે ૫૬૫૫ મહત્વનો સપોર્ટ ગણાય.



રિલાયન્સ ઇન્ફ્રા (૪૭૦.૭૦) ૪૪૭.૫૨ની બૉટમથી સુધારો દર્શાવે છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૪૭૦ નીચે ૪૬૨ પૅનિક સપોર્ટ ગણાય. ઉપરમાં ૪૭૮ ઉપર ૪૮૫ સુધીની શક્યતા. ત્યાર બાદ ૪૯૫ સુધીની શક્યતા.



રિલાયન્સ કૅપિટલ (૪૦૧.૭૫) ૩૭૧.૫૫ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૦૫ અને ૪૧૦ ઉપર ૪૨૦ સુધીની શક્યતા. નીચામાં ૩૯૫ નીચે ૩૯૦ સપોર્ટ ગણાય.

સિન્ટેક્સ (૬૧.૬૫) ૭૫.૬૦ની ટૉપથી નીચામાં ૫૭.૭૦ સુધી આવીને સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૫૭.૭૦ સપોર્ટ સમજી ઘટાડે લેનાર ફાવશે. ઉપરમાં ૬૪.૫૦ ઉપર ૬૮ પ્રતિકાર સપાટી ગણાય, જેની ઉપર ૭૨થી ૭૬ની રેન્જ ગણાય. ૭૬ ઉપર ચાલે તો મોટી ચાલ જોવા મળે.

આર કૉમ (૬૯.૫૦) ૫૩.૩૫ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૬૬ તૂટે તો ૬૨ સપોર્ટ ગણાય. ઉપરમાં ૭૨ની પ્રતિકાર સપાટી કુદાવે છે. વધ-ઘટે ૮૧ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી (૧૧,૬૭૬.૧૫) ૧૧,૨૦૨.૨૦ની બૉટમથી સુધારાતરફી છે અને સાઇડવેઝ મૂવમેન્ટ દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૧૧,૬૦૦ નીચે ૧૧,૫૬૦, ૧૧,૪૯૩ સપોર્ટ ગણાય. ઉપરમાં ૧૧,૭૯૫, ૧૧,૮૦૩ મહત્વની સપાટીઓ ગણાય.