ગુવારગમની નિકાસ ચાલુ વર્ષે ૧૦ ટકા જેટલી ઘટવાનો અંદાજ

01 November, 2014 07:34 AM IST  | 

ગુવારગમની નિકાસ ચાલુ વર્ષે ૧૦ ટકા જેટલી ઘટવાનો અંદાજ


કૉમોડિટી કરન્ટ- મયૂર મહેતા

તાજેતરનાં વર્ષોમાં ગુવારગમના ઊંચા ભાવને કારણે અમેરિકામાં એના વિકલ્પ તરીકે અન્ય કેમિકલનો ઉપયોગ શરૂ થતાં એની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. જોકે ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિના દરમ્યાન નિકાસમાં વધારો પણ નોંધાયો છે.


ઍિગ્રકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સર્પોટ ડેવલપમેન્ટ ઑથોરિટીના આંકડાઓ પ્રમાણે દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી જુલાઈ મહિના દરમ્યાન કુલ ૨,૩૫,૦૬૬ ટન ગુવારગમની નિકાસ થઈ છે, જે ગયા વર્ષની તુલનાએ ૧૨.૫ ટકા વધારે છે. ગયા વર્ષે ૨,૦૯,૮૦૦ ટનની નિકાસ થઈ હતી. જોકે બીજી તરફ મૂલ્યની રીતે ૪૫ ટકાનો ઘટાડો થઈને ૫૩.૩૩ કરોડ ડૉલરની નિકાસ થઈ છે.


ઑલ ઇન્ડિયા ગુવારગમ મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશનના પ્રમુખ પુરુષોત્તમ હિસારીએ જણાવ્યું હતું કે ‘નિકાસમાં શરૂઆતના આંકડાઓ પૉઝિટિવ છે, પરંતુ સરેરાશ નિકાસનો ગ્રોથ નેગેટિવ રહી શકે છે. શેલ ગૅસમાં ગમના વિકલ્પ તરીકે સ્લીક વૉટર પ્રોડક્ટ સહિતની વસ્તુઓનો ઉપયોગ તાજેતરમાં ૨૫થી ૩૦ ટકા વધ્યો છે, જેને પગલે એની ગમની નિકાસમાં ૧૦ ટકાનો ઘટાડો થઈ શકે છે.’