ICICI બેન્કે માન્યુ ચંદા કોચરે નિયમો તોડ્યા, વ્યાજ સાથે ચુકવવુ પડશે

30 January, 2019 08:17 PM IST  | 

ICICI બેન્કે માન્યુ ચંદા કોચરે નિયમો તોડ્યા, વ્યાજ સાથે ચુકવવુ પડશે

ICICIની તપાસમાં ચંદા કોચર દોષિત

ICICI બેંકની પૂર્વ સીઇઓ ચંદા કોચરન જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણા સમિતિએ બેંકની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા માટે દોષી જણાવ્યા છે. આ પરિસ્થિતિમાં કોચરનું રાજીનામું તેમની બરતરફીનું કારણ બની શકે છે અને બેંક તેમના બોનસ સહિત અન્ય લાંબી ચૂકવણીઓ પર રોક લગાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે લગભગ 1 અઠવાડિયા પહેલા જ સીબીઆઇએ વીડિયોકોન લોન મામલે ઘણી અન્ય જગ્યાઓ પર દરોડા પાડીને ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર સહિત અન્ય વિરુદ્ધ FIR નોંધી હતી. કોચર વિરુદ્ધ વીડિયોકોન સમૂહને આપવામાં આવેલી 3250 કરોડ રૂપિયાની લોનમાં અનિયમિતતા વર્તવાનો આરોપ છે. સીબીઆઇ ટુંક સમયમાં તેમને પૂછપરછ માટે બોલાવી શકે છે.

આ સાથે જ બેંકે કોચરને એપ્રિલ 2009થી લઈને માર્ચ 2018ની વચ્ચે આપવામાં આવેલા બોનસને વ્યાજ સહિત પાછું લેવાનો નિર્ણય કર્યો છે. આજે કંપનીએ ત્રીજા ક્વાટરના પરિણામો જાહેર કર્યા હતા. ડિસેમ્બરમાં કંપનીનો નફો 2.75 ટકા ઘટીને 1604.91 કરોડ હતો. ગયા વર્ષે આ ત્રીજા ક્વાટરમાં કંપનીનો નફો 1650.24 કરોડ હતો.

icici bank