મુશ્કેલીમાં જેટ એરવેઝના કર્મચારીઓ, ગુજરાન ચલાવવા વેંચી સ્પોર્ટ્સ બાઇક

20 April, 2019 03:08 PM IST  | 

મુશ્કેલીમાં જેટ એરવેઝના કર્મચારીઓ, ગુજરાન ચલાવવા વેંચી સ્પોર્ટ્સ બાઇક

જેટ એરવેઝ

નાણાકીય સંકટમાંથી પસાર થઇ રહેલી જેટ એરવેઝ બંધ તો થઇ ગઇ છે. પરંતુ તેમના કર્મચારીઓની સમસ્યા હજુ બંધ નથી થઇ. અત્યારે તેમના કર્મચારીઓની સમસ્યા એટલી વિકટ બની ગઇ છે કે કેટલાકને તેમની બહેનના લગ્ન માટે પૈસાની જરૂર છે તો નાણાના અભાવના કારણે કોઇએ પોતાના પરીવારના સભ્યને ગુમાવવા પણ પડ્યા છે. ત્યારે એક એવી ઘટના સામે આવી છે કે જેટના એક પાઇલટે પોતાની જરૂરીયાતો પૂરી કરવા માટે તેની રેસિંગ બાઇક પણ વેચી દેવા માટે મજબૂર થયો હતો.

રોજીંદું જીવન જીવવા માટે પૈસા નથી

જેટના ટેક્નિકલ કર્મચારીઓની બદલી બીજા શહેરોમાં થઇ ગઇ છે, તેમને પોતાના પરિજનોને મળવા માટે ટ્રેનથી મુસાફરી કરવી પડે છે, કારણકે તેમની મુસાફરી માટે કોઇ ફ્લાઇટ અવેલેબલ નથી. જેમને પૈસાની સખત જરૂરિયાત છે, તેઓ પોતાના નજીકના લોકોના વૉટ્સએપ ગ્રુપ્સને એસઓએસ મોકલે છે અને પોતાની સામાજિક જમા પૂંજીનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે.

જાણો, કેપ્ટન વાલિયાનીએ શું કહ્યું...

નેશનલ એવિએટર્સ ગિલ્ડના ઉપાધ્યક્ષ કેપ્ટન અસીમ વાલિયાનીએ કહ્યું કે, "મને આજે સવારે એક સહ પાઇલટનો ફોન આવ્યો, જેણે પોતાની મોંઘી બાઇક વેંચવાનો નિર્ણય લીધો છે. અનેક લોકોને દૈનિક ખર્ચ ચલાવવામાં તકલીફ થશે." લગભગ 15 વર્ષથી જેટ એરવેઝથી જોડાયેલા એક સીનિયર ઇન્જિનિયરે કહ્યું કે તેના કેટલાય સહ કાર્યકરો ગંભીર આર્થિક સંકટથી લડી રહ્યા છે. તો કંપનીના એક કર્મચારીને પોતાની બહેનના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે અન્ય સાથીઓને આગ્રહ કર્યો હતો.

આ પણ વાંચો : અદાણી ફાઉન્ડેશન હવે બાળકો માટે બન્યો સ્વપ્ન જોવાનો પ્રેરણાસ્ત્રોત

પરીવારના સભ્યોની સારવાર માટે પણ પૈસા ખુટી પડ્યા

તેમણે વધુમાં કહ્યું કે, "ગયા મહિને અમે અમારા એક સર કર્મીની દીકરાની સારવાર માટે પૈસા ભેગા કર્યા. લાખો રૂપિયાનું બિલ થયા પછી પણ છોકરાને બચાવી શકાયા નહીં." એક અન્ય વ્યક્તિએ નામ જાહેર ન કરવાની શરતે એરલાઇન દ્વારા અપાયેલ પ્રતિબંધાત્મક આદેશ વિશે જણાવ્યું કે ઇન્જિનિયરિંગ વિભાગના તેના એક કલિકની બદલી મુંબઇથી દિલ્હી થઇ ગઈ, પણ વેતનમાં વિલંબને કારણે તે ભાડું ભરવામાં અસમર્થ છે. અધિકારીએ કહ્યું કે, "તે કોઇ ફ્લાઇટ નથી લઇ શકતો કારણ કે કોઇ ફ્લાઇટ અવેલેબલ જ નથી. અહીં સુધી કે ટ્રેનની ટિકિટ પણ અવેલેબલ નથી. ઘણી મુશ્કેલ પરિસ્થિતિ થઇ ગઈ છે."

jet airways