ચૂંટણી 2019: મતદાનના 5 તબક્કા દરમિયાન આવો રહ્યો બજારનો અંદાજ

08 May, 2019 02:52 PM IST  | 

ચૂંટણી 2019: મતદાનના 5 તબક્કા દરમિયાન આવો રહ્યો બજારનો અંદાજ

ફાઈલ ફોટો

દેશભરમાં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થઈ રહી છે. ચૂંટણીના 5 તબક્કા થઈ ચૂક્યા છે. આ 5 તબક્કામાંથી સૌથી ઓછુ મતદાન 62.87 ટકા 5મા તબક્કામાં થયુ હતું. પહેલા 2 તબક્કાઓમાં મતદાન 70 ટકા જેટલુ રહ્યું હતું. આ મતદાનને શેર બજાર સાથે સાંકળીને જોઈએ તો ઘણી સામ્યતા જોવા મળે છે. બજારના નિષ્ણાતોની નજર મતદાનના આગલા દિવસના બજાર પર રહે છે.

પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભા બેઠક પર મતદાન

પહેલા તબક્કામાં 20 રાજ્યોના 91 લોકસભા સીટો પર મતદાન થયું હતું. જેમાં આંધ્ર પ્રદેશની બધી જ 25 સીટો પર અને તેલંગાણાની 17 સીટો પર મતદાન થયું હતું. મતદાનના બીજા દિવસે સેન્સેક્સ 85 અંકના વધારાના સાથે 38,692 અંક પર ખુલ્યો. સેન્સેક્સ સાથે સાથે નિફ્ટી પણ 16 પોઈન્ટ વધીને 11,613 પોઈન્ટ પણ ખુલ્યો હતો. 12 એપ્રિલના દિવસે સેન્સેક્સ 160 પોઈન્ટ અને નિફ્ટી 46 પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું.

બીજા તબક્કામાં 13 રાજ્યોમાં 95 સીટો પર મતદાન

બીજા તબક્કામાં 18 એપ્રિલે ચૂંટણી થઈ હતી જેમાં 13 રાજ્યોમાં 95 સીટો પર મતદાન થયું હતું. જેમાં 69.44 કુલ મતદાન નોંધાયું હતું. 18 એપ્રિલ ગુરુવાર મતદાન પછી માર્કેટ રજાઓના કારણે સોમવારે ખુલ્યો હતો જે 18 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું હતું. નિફ્ટી 26 પોઈન્ટ ઓછા પોઈન્ટથી ખુલ્યો હતો. દિવસભર બજાર દબાવમાં જોવા મળ્યું હતું. દિવસની અંતે સેન્સેક્સ 495 પોઈન્ટ સાથે જ્યારે નિફ્ટી 158 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું.

ત્રીજા તબક્કામાં થયું 15 રાજ્યોમાં 117 સીટો માટે મતદાન

ત્રીજા તબક્કામાં મતદાનના બીજા દિવસે સેન્સેક્સ 108 પોઈન્ટ અને નિફ્ટી 36 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું હતું. દિવસભરની મજબુતી સાથે સેન્સેક્સ 490 પોઈન્ટ અને નિફ્ટી 150 પોઈન્ટના વધારા સાથે બંધ થયું હતું. આ તબક્કામાં કુલ 68.40 ટકા મતદાન થયું હતું.

ચોથા તબક્કા માટે 9 રાજ્યોમાં 71 સીટો માટે મતદાન

ચોથા તબક્કામાં મતદાનના બીજા દિવસે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 150 પોઈન્ટ ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટીમાં 50 અંકનો ઘટાડો નોંધાયો હતો આ તબક્કામાં કુલ 65.51 ટકા મતદાન થયું હતું. દિવસનો અંત પણ બજાર માટે સારો નહોતો રહ્યો. સેન્સેક્સ 36 જ્યારે નિફ્ટી 7 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયુ હતું.

આ પણ વાંચો: મુશ્કેલીમાં અનિલ અંબાણીઃ 2 કંપનીઓના 95 ટકા શેર્સ રાખ્યા ગિરવે

5મા તબક્કામાં 62.87 ટકા મતદાન

5મા તબક્કામાં વોટિંગના બીજા દિવસે બજાર 215 પોઈન્ટ સેન્સેક્સ અને 54 પોઈન્ટ વધારા સાથે ખુલ્યો હતો. દિવસની શરુઆત સારી રહી હતી જ્યારે અંત બજાર માટે સારો રહ્યો હતો નહી સેન્સેક્સ 323 પોઈન્ટ અને નિફ્ટી 100 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. 5મા તબક્કામાં 7 રાજ્યોમાં 51 સીટો માટે મતદાન યોજાયુ હતું

national news Election 2019