EDએ ફ્લિપકાર્ટને ફટકારી અધધ રૂપિયા 1000 કરોડની નોટિસ

14 October, 2014 10:32 AM IST  | 

EDએ ફ્લિપકાર્ટને ફટકારી અધધ રૂપિયા 1000 કરોડની નોટિસ



નવી દિલ્હી : તા. 14 ઓક્ટોબર

ઉલ્લેખનીય છે કે e-કૉમર્સ ક્ષેત્રે સીધા રિટેલ વ્યાપાર કરવાની મંજૂરી નથી. જ્યારે ફ્લિપકાર્ટે વિદેશી સબસિડરી મારફતે ભારતમાં રોકાણ કર્યું હતું. આમ ફ્લિપકાર્ટે એફડીઆઈ મારફતે 18 કરોડ ડોલરનો ધંધો કર્યો હતો. પરંતુ e-કૉમર્સ મારફતે મલ્ટિબ્રાંડમાં એફડીઆઈ એકત્ર કરવી એ ફેમાનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આમ નિયમનો ભંગ કરી વ્યાપાર કરવાના આરોપસર ઈડી દ્વારા ફ્લિપકાર્ટને 1000 કરોડની નોટિસ ફટકારમાં આવતા કંપની મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈડીએ ફ્લિપકાર્ટના વ્યાપાર કરવાના માળખાને એટલે કે બિઝનેસ મૉડલને નિયમોની વિરૂદ્ધ ગણાવ્યું હતું. સંબંધીત એક ઘટનામાં ઈડીને ઓનલાન વ્યાપાર કરનારી જાણીતી કંપની એમેઝોન વિરૂદ્ધની તપાસમાં કઈં જ વાંધાજનક હાથ લાગ્યુ નથી. ઈડીને તપાસમાં જાણવા મળ્યું હતું કે એમેઝોન રિટેલમાં સીધો વ્યાપાર કરતી નથી અને તે માર્કેટ પ્લેસ ફોર્મેટ પર કામ કરે છે.