લૉકડાઉનને કારણે સોનાની આયાતમાં ઘટાડો, સાડા છ વર્ષના નીચલા સ્તરે

06 April, 2020 05:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લૉકડાઉનને કારણે સોનાની આયાતમાં ઘટાડો, સાડા છ વર્ષના નીચલા સ્તરે

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં સોનાની આયાતમાં જબરજસ્ત ઘટાડો થયો છે. ગત મહિને એટલે કે માર્ચમાં દેશમાં સોનાની આયાતમાં વાર્ષિક ધોરણે 73 ટકાનો ઘટાડો થયો છે. એટલે માર્ચ મહિનામાં દેશમાં સોનાની આયાત સાડા છ વર્ષના નીછલા સ્તરે રહી હતી. દેશમાં સોનાની આયાતમાં ઘટાડો, ઘરેલૂ ભાવમાં તેજી લૉકડાઉન અને ઔદ્યોગિક તેમજ વ્યપારીક પ્રવૃત્તિઓ ખોરવાઈ જવાને લીધે આવી હોવાનું ન્યુઝ એજન્સી રૉયટર્સે જણાવ્યું હતું.

કોરોના વાયર (COVID-19)ને ફેલાતો રોકવા દેશમાં 25 માર્ચથી 21 દિવસનું લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે સોનાની છૂટક માંગ સંપૂર્ણપણે અટકી ગઈ છે, જેના પરિણામે સોનાની આયાતમાં ઘટાડો થયો છે. સોનાના વપરાશમાં ભારત વિશ્વમાં બીજા ક્રમાંકે છે. માર્ચ મહિનામાં દેશમાં ફક્ત 25 ટન સોનાની આયાત થઈ છે. જે ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 93.24 ટકા ઓછું છે. રૉયટર્સના મતે, માર્ચમાં આયાત 63 ટકા ઘટીને 1.22 અબજ ડોલર થઈ છે.

લૉકડાઉનને લીધે દેશભરમાં ગોલ્ડના બજારો બંધ છે.

coronavirus covid19 business news