ડીમૉનેટાઇઝેશનની ભારત પર સારી અસર, ક્રેડિટ રેટિંગ પૉઝિટિવ બની શકે : મૂડીઝ

02 March, 2017 07:10 AM IST  | 

ડીમૉનેટાઇઝેશનની ભારત પર સારી અસર, ક્રેડિટ રેટિંગ પૉઝિટિવ બની શકે : મૂડીઝ



ડીમૉનેટાઇઝેશન ભારત માટે પૉઝિટિવ સાબિત થશે, ખાસ કરીને આ પગલાથી ભારતમાં કર ભરવાનું ટાળવાની વૃત્તિ ઘટશે અને કરપ્શન પણ ઓછું થશે એવો મત અગ્રણી  ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસિસે વ્યક્ત કર્યો છે. મૂડીઝનું કહેવું છે કે ભારતની પ્રજાએ ડીમોનેટાઇઝેશન દરમ્યાન તીવ્ર કૅશ-ક્રન્ચનો સામનો કર્યો હોવા છતાં એનો સ્વીકાર કર્યો છે. હવે પછી આ તંગી દૂર થતાં વપરાશ અને રોકાણ બન્ને વધશે.

મૂડીઝ માને છે કે ડીમૉનેટાઇઝેશનની અસરરૂપે જાન્યુઆરીથી માર્ચના ક્વૉર્ટરમાં ગ્રોથરેટ ઘટશે અને ૬.૪ ટકા સુધી જશે. જોકે એ પછી રીમૉનેટાઇઝેશન પણ ઝડપથી વધવું જોઈશે, આમ ડીમૉનેટાઇઝેશનથી ભારતને એકંદરે મધ્યમ ગાળામાં લાભ થશે અને આર્થિક પ્રવૃત્તિઓ વધશે તેમ જ કરપ્શન ઘટશે અને ટૅક્સ-કમ્પ્લાયન્સ વધશે. આમ ભારત માટે આ ઘટના ક્રેડિટ પૉઝિટિવ બનશે એવી આશા પણ એણે વ્યક્ત કરી છે.

બૅન્કો માટે કપરું


જોકે ભારતીય બૅન્કો માટે આની અસર નેગેટિવ રહી છે અને હજી ત્રણથી ચાર મહિના એમણે સહન કરવું પડશે. બૅન્કોની ડિપોઝિટ અને ધિરાણ ઘટશે, એમના પર દબાણ વધશે.