ટૂ-વ્હીલર્સ પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની માગ

19 May, 2023 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑટોમોબાઇલ ડીલર્સની સંસ્થાએ સરકારને રજૂઆત કરી

પ્રતીકાત્મક તસવીર

ઑટોમોબાઇલ ડીલર્સની સંસ્થા ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન્સ (ફાડા)એ ટૂ-વ્હીલર્સ પર જીએસટીનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની માગ કરી હતી અને કહ્યું હતું કે લાખો લોકો માટે જરૂરી એવા સેગમેન્ટને લક્ઝરી આઇટમ તરીકે વર્ગીકૃત ન કરવું જોઈએ.

ઉદ્યોગ મંડળે જણાવ્યું હતું કે તેણે નાણાપ્રધાન, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ, જીએસટી કાઉન્સિલના તમામ સભ્યો, ભારે ઉદ્યોગ મંત્રાલય જે ઑટોમોબાઇલ ક્ષેત્રની દેખરેખ રાખે છે, અને માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયને અપીલ કરી છે.

આ સમયસર અને નિર્ણાયક હસ્તક્ષેપ ટૂ-વ્હીલર્સને વધુ સસ્તું બનાવવા, માગને પુનર્જીવિત કરવામાં અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં વેચાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતાં ઉદ્યોગને પુનઃ જીવિત કરવામાં મદદ કરશે એમ ફાડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

business news automobiles goods and services tax