રૂપિયાનું શાનદાર કમબૅક: ડૉલરમાં થાક ખાતી તેજી

06 May, 2019 12:06 PM IST  |  | કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

રૂપિયાનું શાનદાર કમબૅક: ડૉલરમાં થાક ખાતી તેજી

કરન્સી

ક્રૂડઓઇલમાં અંદાજે ૧૦ ટકાનો ઘટાડો આવતાં અને યુએન સુરક્ષા પરિષદે મસૂદ અઝહરને વૈãશ્વક ત્રાસવાદી જાહેર કર્યાના સમાચારે પણ આજના ઍસ્પિરેશનલ માર્કેટ્સમાં રૂપિયાને એક જોમ આપ્યું છે. ક્રૂડઑઇલ ૬૭ ડૉલરથી ઘટીને ૬૧ ડૉલર થઈ ગયું છે, એનાથી ભારતને ઘણી રાહત મળશે. ડોનલ્ડ ટ્રમ્પે ઑઇલની તેજી રોકવા ઓપેક પર દબાણ વધારવા ટ્વિટ શરૂ કર્યાં અને તરત એની અસર થઈ. એક જમાનામાં ફેડનાં નિવેદનો બજારને નચાવતાં હતાં. હવે એ સ્થાન ટ્રમ્પે ઝૂંટવી લીધું છે.

બજારોની વાત કરીએ તો શુક્રવારે જૉબડેટા સુપર સૉલિડ છે. રોજગારીમાં ૨.૬૭ લાખનો વધારો થયો છે. પગારવધારો પણ ૩.૨ ટકા જેવો સારો છે. બેકારીદર ૫૦ વરસની નીચી સપાટીએ છે. આગલા શુક્રવારે જીડીપી પણ ૩.૨ ટકા જેવી મજબૂત હતી. ગયા સપ્તાહે અમેરિકી અને ચીની ઔદ્યોગિક આંકડા નરમ હતા, પણ એકંદરે અમેરિકામાં અર્થતંત્રમાં સંગીન વિકાસ છે. ફેડની બેઠકમાં પણ વિકાસ સૉલિડ હોવાનું કહેવાયું. જોકે ફેડે નાણાનીતિ હળવી રાખવાના સંકેત આપ્યા છે. ફેડને ઍસેટ બબલ કે અર્થતંત્રના ઓવરહિટિંગની ચિંતા નથી. ઓવરહિટિંગ ચાલશે, પણ બજારમાં મંદી ન થવી જોઈએ. ફેડડની બેઠક અગાઉ ટ્રમ્પે ફેડ પર ફરી ટ્વિટ હુમલો કરી વ્યાજદરમાં ૧૦૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો અને ૨૦૦૮ જેવું ક્વૉન્ટિટેટિવ ઇઝિંજ ફરી વાવવા માગ કરી હતી. ફેડના સ્વાતંhય પર ધોંસ બોલાવનાર પહેલા પ્રમુખ એવા ટ્રમ્પે કદાચ ફેડને વ્યાજદર વધારા અંગે ડિફેન્સિવ કરી દીધી છે. ફેડે એક્સેસ રિઝર્વ પરનો વ્યાજદર મામૂલી ૫ બેસિસ પૉઇન્ટ ઘટાડી ૨.૩૦ ટકા કર્યો હતો, જે વૉલસ્ટ્રીટ માટે સાનુકૂળ સંકેત છે. અમેરિકન શૅરબજારો માટે એપ્રિલ હૉટ રહ્યો છે. ફાટફાટ તેજી છે.

વિશ્વબજારમાં અમેરિકાને બાદ કરતાં યુરોપ, જપાન અને ચીનમાં આર્થિક સ્લોડાઉન છે. બૉન્ડ બજારોમાં ઊથલપાથલ મોટી છે. ચીનમાં મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ પીએમઆઈ સાત વરસમાં સૌથી ખરાબ આવ્યો છે. ટુકડેટુકડે અનેક સ્ટિમ્યુલસ આપવા છતા અર્થતંત્ર નરમ પડતું જાય છે. ટ્રેડવૉર અને બેલ્ટરોડ ઇનિશિયેટિવનું દેવુ ચીની અર્થતંત્ર માટે વિઘાતક બની રહ્યા છે.

યુરોપની વાત કરીએ તો પાઉન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. યુરોઝોનમાં નરમાઈને કારણે કરન્સી યુનિયનથી બહાર અને યુરોમાંથી જાઉં જાઉં થઈ રહેલા બ્રિટનને યુરોની નેગેટિવિટીનો લાભ તો મળે જ છે, પણ ઘરઆંગણે અર્થતંત્ર પણ અનેક પડકારો વચ્ચે સુધર્યું છે. ઇયુની ચૂંટણી અગાઉ પાઉન્ડમાં થોડું સેફહેવન બાઇંગ પણ કદાચ આવ્યું હશે. પાઉન્ડ શુક્રવારે એક ટકો વધી ૧.૩૧૮૦ હતો. છેલ્લા એક વરસમાં પાઉન્ડ ૧.૨૩થી વધીને ૧.૩૧ થયો છે અને યુરોપ ૧.૨૩થી ઘટીને ૧.૧૨૦૦ થયો છે. યુરોપની મંદીમાં હવે આગળ મૉડર્ન મૉનિટરી થિયરી નામનો નવો પ્રયોગ કદાચ અમલી બનશે. જપાન અને યુરોપ બન્ને અનલિમિટિડ ડેટ મૉનિટાઇઝિંગ માટે સજજ બની ચૂક્યાં છે. ક્યુકયુઇ કે એમએમટી નામે બૉન્ડની જેમ અન્ય નાણાકીય સાધનો - શૅરો, ઇટીએફ, કદાચ રિયલ એસ્ટેટ વગેરેમાં પણ સેન્ટ્રલ બૅન્કો ખરીદી કરશે. કૅશ અને ફિક્સ ઇન્કમ સેક્ટરનો સામૂહિક સંહાર ચાલુ થઈ ચૂક્યો છે.

આ પણ વાંચો : અક્ષયતૃતીયામાં સોનાની ખરીદી સાવધાનીપૂર્વક કરશો

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો ૭૦.૨૨થી સુધરીને ૬૯.૧૫ બંધ હતો. રૂપિયાની વધઘટ ઘણી મોટી છે. મે મહિનામાં વૉલેટિલિટી ઘણી વધશે. ચોમાસું, ક્રૂડ તેમ જ રાજકીય સ્થિરતા - આ ત્રણ મોટાં નર્ણિાયક પરિબળો છે. જોકે વૈશ્વિક હાલાત જોતાં વરસના અંતે રૂપિયો ૭૧-૭૫ વચ્ચે ક્યાંક હશે. જો ક્રૂડ ૫૫ ડૉલર નીચે સ્થિર થાય તો રૂપિયો ૭૦ આસપાસ રહે. ક્રૂડ ૭૦ ડૉલર ઉપર સ્થિર થાય તો રૂપિયો ૭૫ આસપાસ રહે. ચૂંટણી પછી સરકાર કઈ બને છે અને સુધારાને કેટલી ઝડપે આગળ ધપાવે છે એના પર વિદેશી રોકાણકારોની નજર છે. રૂપિયાની રેન્જ ૨૩ મે પછી જ સ્પષ્ટ થશે.

news