20 June, 2025 06:58 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે પોતે કોઈ મધ્યસ્થી કરી નથી એવું અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કર્યા બાદ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં વેચવાલી થઈ હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૫૪ ટકા ઘટીને ૩.૨૮ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું હતું. બિટકૉઇનમાં ૨.૩૯ ટકાનો ઘટાડો થતાં ભાવ ૧,૦૪,૮૮૮ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૪.૦૫ ટકા ઘટાડો થઈને ભાવ ૨૫૩૩ ડૉલર થયો હતો. એક્સઆરપીમાં ૩.૯૪ ટકા, સોલાનામાં ૪.૮૯ ટકા, ડોઝકૉઇનમાં ૪.૪૦ ટકા અને કાર્ડાનોમાં ૪.૭૧ ટકા ઘટાડો થયો હતો. એક સમયે એવા અહેવાલ ફરતા થયા હતા કે ટ્રમ્પે મધ્યસ્થી કરી છે, પરંતુ એમણે જાતે ખુલાસો કરતાં કહ્યું હતું કે સમાચાર ઉપજાવી કાઢેલા છે. માર્કેટમાં ૨૪ કલાકના ગાળામાં આશરે ૩૫૫ મિલ્યન ડૉલર મૂલ્યની વેચવાલી થઈ હતી. કૉઇનગ્લાસના ડેટા અનુસાર ૨૩૯ મિલ્યન ડૉલરની લૉન્ગ પોઝિશન પર અસર થઈ છે અને ૧૧૫ મિલ્યન ડૉલરની શૉર્ટ પોઝિશન પણ વેચી દેવાઈ છે. હવે ક્રિપ્ટો માર્કેટના રોકાણકારોની નજર અમેરિકન માર્કેટના કામકાજ પર રહેશે.