અમેરિકાની ઑઇલ રિગ્સ ઘટતાં ક્રૂડતેલના ભાવ ૨૦૧૯ની નવી ઊંચાઈએ

02 April, 2019 10:30 AM IST  |  | કૉમોડિટી કરન્ટ - મયૂર મહેતા

અમેરિકાની ઑઇલ રિગ્સ ઘટતાં ક્રૂડતેલના ભાવ ૨૦૧૯ની નવી ઊંચાઈએ

પ્રતીકાત્મક તસવીર

 અમેરિકાના ક્રૂડતેલ ઉત્પાદનમાં ઘટાડો થવાના રર્પિોટને પગલે વલ્ર્ડ માર્કેટમાં ક્રૂડતેલના ભાવ ૨૦૧૯ની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનું ઉત્પાદન કરતી ઑઇલ રિગ્સની સંખ્યા વીતેલા સપ્તાહમાં ઘટી હોવાનો રર્પિોટ આવ્યો હતો. નવેમ્બરથી અત્યાર સુધીમાં ઑઇલ રિગ્સની સંખ્યામાં ૭૨નો ઘટાડો નોંધાયો છે. વળી જાન્યુઆરી મહિનામાં અમેરિકન ક્રૂડતેલના ઉત્પાદનમાં રોજનો ૯૦ લાખ બેરલનો ઘટાડો નોંધાયો હતો, જે મે મહિના પછીનો પહેલો ઘટાડો હતો. અમેરિકાના ક્રૂડતેલના ઉત્પાદનના રર્પિોટની સાથે સાથે એશિયન અને યુરોપિયન સ્ટૉક ઇન્ડેક્સ સુધર્યા હતા અને અમેરિકી ડૉલર ઘટuો હતો તેની અસરે ક્રૂડતેલમાં સુધારો નોંધાયો હતો.

વળી અમેરિકન સિક્યૉરિટી ઍડવાઇઝર જૉન બોલ્ટને વેનેઝુએલા પર વધુ આર્થિક પ્રતિબંધો લાદવાનો સંકેત આપ્યો હતો. વેનેઝુએલા અને ઈરાન બન્ને ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ)ના મુખ્ય ઉત્પાદકો છે. અમેરિકાના આર્થિક પ્રતિબંધોને કારણે આ બન્ને દેશોની સપ્લાય વલ્ર્ડને મળતી બંધ થશે, જેની અસર સીધી ક્રૂડતેલના ભાવ પર પડશે. આ બંને દેશો પર અમેરિકાના આર્થિક પ્રતિબંધને કારણે ૨૦૧૯ના ફસ્ર્ટ ક્વૉર્ટરમાં ક્રૂડતેલની સપ્લાય ઘટતાં બ્રેન્ટ ક્રૂડતેલનો ભાવ ૨૮ ટકા અને અમેરિકન સ્વીટ ક્રૂડતેલનો ભાવ ૩૪ ટકા વધ્યો હતો.

આ પણ વાંચોઃ ચીનના મૅન્યુફૅક્ચરિંગના સ્ટ્રૉન્ગ ડેટાથી રિસેસનનો ભય ઓછો થતાં સોનું ઘટ્યું

વલ્ર્ડ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડતેલનો ભાવ સોમવારે સાંજે આગલા બંધથી ૧.૫ ટકા વધીને ૬૮.૫૬ ડૉલર અને અમેરિકન સ્વીટ ક્રૂડ કૂડ તેલનો ભાવ એક ટકા વધીને ૬૦.૭૧ ડૉલર રહ્યો હતો. સ્થાનિક એમસીએક્સ (મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જ ઑફ ઇન્ડિયા)માં સોમવારે સાંજે ક્રૂડતેલ એપ્રિલ વાયદો એક ટકા વધીને ૪૨૨૬ રૂપિયા અને મે વાયદો પણ એક ટકા વધીને ૪૨૫૬ રૂપિયા રહ્યો હતો. ક્રૂડતેલ એપ્રિલ વાયદો એક સપ્તાહ અગાઉ ૪૦૭૫ રૂપિયા અને એક મહિના અગાઉ ઘટીને ૩૯૯૬ રૂપિયા થયો હતો.

news united states of america