Coronavirus Effect: UN મુજબ કોરોનાની મંદીમાંથી ઊગરશે ભારત અને ચીન

31 March, 2020 09:10 PM IST  |  New York | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Effect: UN મુજબ કોરોનાની મંદીમાંથી ઊગરશે ભારત અને ચીન

વૈશ્વિક મંદીમાંથી કોઇપણ દેશ બાકાત નથી, બધાં ધારે ઉભેલા છે

કોરોનાવાઇરસે આખી દુનિયાનાં અર્થતંત્રને ગુંગળાવી દીધું છે અને મોટાભાગનાં ક્ષેત્રો, રાષ્ટ્રો બધું જ આર્થિક મંદીની ધારે માંડ સંતુલિત રહી રહ્યું.વાઇરસની થપ્પડ એવી પડી છે કે તેની ગુંજ બહુ લાંબે સુધી સંભળાશે પરંતુ યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રને મતે વિકાસશીલ દેશોને માટે સ્થિતિ સંકુલ હશે પણ ચીન અને ભારત આમાંથી બચી શકશે.આ એક તાજેતરમાં જાહેર થયેલા ટ્રેડ રિપોર્ટનાં તારણ છે.યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ-UNCTADના સેક્રેટરી જનરલ અનુસાર હજી આર્થિક ક્ષમતાઓ અને સ્થિરતામાં ઘટાડો નોંધાશે અને તે ક્યાં જઇને અટકશે તેની કોઇ ધારણા કરવી શક્ય નથી.તેમના અનુસાર દુનિયાના બે તૃતિયાંશ દેશો મંદીની મારથી બેવડ વળી ગયાં છે.જે દેશોમાં કોમોડિટી નિકાસ કરે છે ત્યાં વિદેશી રોકાણોમાં અંદાજે 2-3 ટ્રિલિયન ડૉલર્સનો ઘટાડો નોંધાશે. વળી UNCTAD અનુસાર જે અર્થતંત્રો આગળ પડતા તેણે તથા ચીને જંગી સરકારી પૅકેજીઝ તૈયાર કર્યા છે જે G20 દેશોના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડૉલર્સની લાઇફલાઇન પુરી પાડશે. G20 દેશોનાં અર્થતંત્ર અનુસાર આ દેશોને પ્રતિ દેશ લગભગ અઢી લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જરૂર પડશે.આ કપરાં સંજોગોમાંથી મોટાભાગનાં વિકસશીલ દેશોને સ્થિર થતા બે વર્ષ જેટલો સમય લાગી શકે છે પણ આ રિપોર્ટ અનુસાર ચીન અને ભારતની હાલત અન્ય દેશો કરતા વધારે વહેલી સ્થાયી થશે.

coronavirus covid19 united nations indian economy china