કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના મતે ગંભીર અસર

13 December, 2011 08:45 AM IST  | 

કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના મતે ગંભીર અસર

 

જો આ સ્થિતિ ચાલુ રહેશે તો એમ્પ્લૉયમેન્ટ અને લાઇવલીહુડ પર એની ગંભીર અસર જોવા મળશે. ઇન્વેસ્ટમેન્ટમાં વધારો, વ્યાજદરમાં ઘટાડો અને નાણાકીય સ્થિતિમાં સુધારો કરવાની તાતી જરૂર છે. આ ઉપરાંત સેન્ટિમેન્ટ્સમાં પણ સુધારો કરવાની જરૂર છે.

પ્રાઇમ મિનિસ્ટર્સ ઇકૉનૉમિક ઍડ્વાઇઝરી કાઉન્સિલના ચૅરમૅન સી. રંગરાજને ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથમાં ઘટાડો થશે એવી અપેક્ષા હતી,

પરંતુ એ નેગેટિવ થશે એવી ગણતરી નહોતી. ઔદ્યોગિક ક્ષેત્રનો ગ્રોથરેટ માત્ર પૉઝિટિવ જ નહીં, પરંતુ ઊંચો હોય એ માટે ચોક્કસપણે બધાં જ જરૂરી પગલાં લેવાં જોઈએ. આરબીઆઇ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા)એ પણ પૉલિસી ઍક્શન્સ લેવી જોઈએ.’

અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલના ચીફ ઇકૉનૉમિસ્ટ ડી. કે. જોશીએ ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘ઊંચા વ્યાજદર તેમ જ ગ્લોબલ ફૅક્ટર્સને કારણે ઔદ્યોગિક ક્ષેત્રનો વૃદ્ધિદર ધીમો પડ્યો છે. ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરનો ડી-ગ્રોથ આગામી મહિનાઓમાં જોવા નહીં મળે. જોકે ગ્રોથરેટ નીચો હશે.’

રેટિંગ એજન્સી ઇકરાનાં ઇકૉનૉમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે ‘ઑક્ટોબરમાં ઇન્ડેક્સ ઑફ ઇન્ડિસ્ટિયલ પ્રોડક્શન (આઇઆઇપી)જે ડી-ગ્રોથ જોવા મળ્યો છે એ કન્સેન્સસ એસ્ટિમેટ્સની સરખામણીએ ખરાબ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઇન્વેસ્ટમેન્ટ અને કન્ઝમ્પ્શન ગ્રોથમાં સ્લો-ડાઉનની સ્થિતિ જોવા મળી છે.’