દેશમાંથી બાસમતી ચોખાની નિકાસમાં વિક્રમી વધારો નોંધાયો

07 May, 2019 11:25 AM IST  |  મુંબઈ | કૉમોડિટી કરન્ટ - મયૂર મહેતા

દેશમાંથી બાસમતી ચોખાની નિકાસમાં વિક્રમી વધારો નોંધાયો

બાસમતી ચોખા

દેશમાંથી બાસમતી ચોખાની નિકાસમાં વીતેલા નાણાકીય વર્ષમાં વિક્રમી વધારો થયો છે. ઈરાન દ્વારા મોટા પાયે ખરીદી અને કરન્સી નબળી પડી હોવાથી નિકાસ વેપારો વધ્યા હતા. જોકે હાલ નિકાસ વેપારો ઠંડા હોવાથી ભાવ નીચા છે.

એગ્રિકલ્ચરલ ઍન્ડ ફૂડ પ્રોસેસ્ડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (અપેડા)ના આંકડાઓ પ્રમાણે વીતેલા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૪૪.૧ લાખ ટનની નિકાસ થઈ હતી, જે અગાઉના વર્ષે ૪૦.૫૧ લાખ ટનની નિકાસ થઈ હતી. મૂલ્યની રીતે પણ નિકાસ કુલ ૩૨,૮૦૬ કરોડ રૂપિયાની થઈ છે, જે ગત વર્ષે ૨૬,૮૭૧ કરોડ રૂપિયાની થઈ હતી. આમ તેમાં ૨૨ ટકાનો વધારો થયો છે. ડૉલરની રીતે નિકાસ ૧૩ ટકા વધીને ૪.૭૧ અબજ ડૉલરની થઈ છે, જે પણ વર્ષ ૨૦૧૩-૧૪ બાદની સૌથી વધુ નિકાસ થઈ છે. એ સમયે નિકાસ ૪.૮૮અબજ ડૉલરની નિકાસ થઈ હતી.

બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર એ. કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે ઈરાનની ખરીદીને પગલે વિક્રમી નિકાસ થઈ છે. ઈરાનની છેલ્લાં થોડાં વર્ષો બાદ પ્રથમ વાર સારી માગ આવી હતી અને કુલ નિકાસમાં ૧૪ લાખ ટનનો હિસ્સો એકલા માત્ર ઈરાનનો હતો. રૂપિયો પણ નબળો પડ્યો હોવાથી નિકાસ વૅલ્યુમાં વધારો થયો હતો.

આ પણ વાંચો : ભારતનો સર્વિસિસ સેક્ટરનો PMI એપ્રિલમાં સાત મહિનાની નીચી સપાટીએ

દેશમાંથી નૉન-બાસમતી ચોખાની નિકાસમાં ઘટાડો થયો છે. અપેડાના આંકડાઓ પ્રમાણે નૉન-બાસમતી ચોખાની કુલ ૭૪.૩૪ લાખ ટનની નિકાસ થઈ છે, જે આગલા વર્ષ ૨૦૧૭-૧૮માં કુલ ૮૮.૧૮ લાખ ટનની નિકાસ થઈ હતી.

news