કોલ ઇન્ડિયા શૅર બાયબૅક કરશે

25 August, 2012 09:34 AM IST  | 

કોલ ઇન્ડિયા શૅર બાયબૅક કરશે

 

જોકે શૅર બાયબૅકને કારણે રીટેલ શૅરહોલ્ડરોને ફાયદો નહીં થાય, કારણ કે કંપનીની ઇક્વિટીમાં સામાન્ય રોકાણકારોનો હિસ્સો માત્ર ૨.૭૨ ટકા જ છે. ૯૦ ટકા હોલ્ડિંગ સરકારનું છે, જ્યારે ૭.૨૮ ટકા હોલ્ડિંગ ડોમેસ્ટિક અને ફૉરેન ઇãન્સ્ટટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું છે. શૅર બાયબૅકને કારણે સૌથી વધુ ફાયદો સરકારને થશે.

 

 

કંપની પાસે ૫૫,૦૦૦ કરોડ રૂપિયાની સરપ્લસ કૅશ છે. કંપની કોઈ નવા પ્રોજેક્ટનો અમલ નથી કરી રહી એટલે આ રોકડ રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન પણ નથી. આ પૈસાનું રોકાણ મ્યુચ્યુઅલ ફન્ડમાં કરવામાં આવે છે. એને કારણે કંપનીની વ્યાજની આવક વધી રહી છે. જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં કંપનીની અન્ય આવક ૩૨ ટકા વધીને ૨૦૦૦ કરોડ રૂપિયા જેટલી થઈ છે.

 

ગઈ કાલે કંપનીના શૅરનો ભાવ ૧૬.૩૧ ટકા ઘટીને ૨૯.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન ભાવ વધીને ઊંચામાં ૩૫.૯૫ રૂપિયા અને ઘટીને નીચામાં ૨૮.૯૦ રૂપિયાના લેવલે પહોંચ્યો હતો. ૨૧૮.૯૦ લાખ શૅર્સનાં કામકાજ થયાં હતાં. કુલ ટર્નઓવર ૬૬.૪૫ કરોડ રૂપિયા રહ્યું હતું.