Closing Bell: શૅર બજારમાં તેજી યથાવત, સેન્સેક્સમાં 260 અંકનો વધારો

05 January, 2021 05:45 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: શૅર બજારમાં તેજી યથાવત, સેન્સેક્સમાં 260 અંકનો વધારો

બીએસઈ

શૅર બજારમાં ઉછાળો થોભવાનું નામ નથી લઈ રહી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સમાં મંગળવારે સતત દસમાં સત્રમાં વધારો નોંધાયો છે. સેન્સેક્સ મંગળવારે 0.54 ટકા એટલે 260.98 અંકના વધારા સાથે 48,437.78 સ્તર બંધ થયું છે. સેન્સેક્સ મંગળવારે 48,037.63 અંક પર ખુલ્યું હતું. કારોબાર દરમિયાન મહત્તમ 48,486.24 અંક સુધી ગયું, જે સેન્સેક્સનો અત્યાર સુધીને રેકૉર્ડ ઉચ્ચતમ સ્તર છે. બજાર બંધ થતા સમયે સેન્સેક્સના શૅરોમાંથી સૌથી વધારે વધારો એક્સિસ બેન્કમાં 6.31 ટકા, એચડીએફસીમાં 2.78 ટકા અને ઈન્ડસઈન્ડ બેન્કમાં 2.68 ટકા જોવા મળ્યા હતા.

બીજી તરફ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પણ મંગળવારે વધારા સાથે બંધ થયું છે. નિફ્ટી 0.47 ટકા એટલે 66.60 અંકના વધારા સાથે 14,199.50 પર બંધ થયું છે. નિફ્ટી મંગળવારે 14,075.15 અંક પર ખુલ્યું હતું. બજાર બંધ થતા સમયે નિફ્ટીના 50 શૅરોમાંથી 23 શૅર લીલા નિશાન પર અને 27 શૅર લાલ નિશાન પર હતા. નિફ્ટી-50માં મંગળવારે સૌથી વધારે વધારો એક્સિસ બેન્ક, એચડીએફસી અને ઈન્ડસઈન્ડ બેન્કના શૅરમાં જોવા મળ્યો હતો.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ

બજાર બંધ થતા સમયે મંગળવારે કુલ 11 સેક્ટોરિયલ ઈન્ડેક્સમાંથી 2 લાલ નિશાન પર અને 9 લીલા નિશાન પર હતા. સૂચકાંકોમાંથી નિફ્ટી બેન્કમાં 1.63 ટકા, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝમાં 1.23 ટકા, નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝ 25/50માં 1.11 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.29 ટકા, નિફ્ટી આઈટીમાં 2.62 ટકા, નિફ્ટી મીડિયોમાં 0.67 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.13 ટકા, નિફ્ટી પીએસયૂ બેન્કમાં 0.10 ટકા અને નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 1.93 ટકાની તેજી નોંધાઈ છે. તેમ જ નિફ્ટી ઑટોમાં 0.02 ટકા અને નિફ્ટી મેટલમાં 1.41 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

bombay stock exchange national stock exchange business news sensex nifty