22 September, 2023 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બિઝનેસ ક્ષેત્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિસ્કો 28 બિલિયન ડોલરના સોદામાં સાયબર સિક્યુરિટી ફર્મ સ્પ્લંકને ખરીદી (Cisco Acquires Splunk) રહી છે. આ પાછળનું કરણ એ છે કે તે સંભવિત સુરક્ષા જોખમો સામે તેના સંરક્ષણને મજબૂત બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર સિલિકોન વેલી ટેક જાયન્ટ સ્પ્લંક શેર દીઠ $157 ચૂકવવા જઈ રહી છે. સિસ્કોના અધ્યક્ષ અને સીઈઓ ચક રોબિન્સે આ બાબતે જણાવ્યું હતું કે, "અમારી આ રીતેની ભાગીદારી ક્ષમતાઓ એઆઈ-સક્ષમ સુરક્ષા અને અવલોકનક્ષમતાના ભવિષ્યને મજબૂત બનાવશે.”
સિસ્કો સિસ્ટમ્સે આ બાબતને લઈને ગુરુવારે જ જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાત કરતાં તેણે જણાવ્યું હતું કે અમે લગભગ $28 બિલિયનમાં સાયબર સિક્યુરિટી કંપની સ્પ્લંકને હસ્તગત (Cisco Acquires Splunk) કરી છે, જે તેના ઇતિહાસમાં સૌથી મોટો સંપાદન સોદો છે જે તેના નેટવર્ક સિક્યોરીટી બિઝનેસને પ્રોત્સાહન આપશે.”
અહેવાલો મુજબ સિસ્કોની ટ્રાન્સફોર્મેશનમાં શેર દીઠ $157ની ઓફર કિંમત બતાવવામાં આઆવી રહી છે. જે સ્પ્લંક બંધ થયું ત્યારથી તેના લગભગ 31%નું પ્રીમિયમ દર્શાવે છે. આ બંને કંપનીઓએ સંયુક્ત નિવેદનમાં આ બાબતે સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, "સંયુક્ત રીતે સિસ્કો અને સ્પ્લંક કંપની હવે વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાંની એક બની જશે (Cisco Acquires Splunk) અને સિસ્કોના બિઝનેસ ટ્રાન્સફોર્મેશનને વધુ રિકરિંગ રેવન્યુમાં વેગ આપશે”
આ સોદા (Cisco Acquires Splunk)ને ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ સોદો સિસ્કો અને સ્પ્લંક કંપનીના બંનેના બોર્ડ દ્વારા સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યો હતો અને નિયમનકારી મંજૂરીઓને આધીન 2024ના ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં બંધ થવાની ધારણા છે. સિસ્કોના શેરમાં પ્રીમાર્કેટ ટ્રેડિંગ દરમિયાન લગભગ 5% ઘટાડો થયો હતો, જ્યારે સ્પ્લંક સ્ટોકમાં ટ્રેડિંગ અસ્થાયી રૂપે અટકાવવામાં આવ્યું હતું.
ટાઇડલ પાર્ટનર્સ તરીકે સિમ્પસન થેચર અને બાર્ટલેટ અને ક્રાવથ, સ્વાઈન અને મૂર સિસ્કોના સલાહકાર હતા. ક્વેટાલિસ્ટ પાર્ટનર્સ તરીકે મોર્ગન સ્ટેનલી એન્ડ કંપની, સ્કેડન, આર્પ્સ, સ્લેટ, મેઘર અને ફ્લોમ એલએલપી વગેરેએ સ્પ્લંક કંપનીને સલાહ આપી હતી.
રોબિન્સે જણાવ્યું હતું કે IT લેન્ડસ્કેપમાં ધરખમ ફેરફાર થયો છે કારણ કે વિશ્વભરની સંસ્થાઓએ તેમના વ્યવસાયોને ડિજિટાઇઝ કર્યા છે. ઉપરાંત તે AIને અપનાવીને વધુ ઝડપી ગતિએ વિકાસ સાધશે તેમ કોઈ બેમત નથી.
આ ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે, “Cisco સિક્યુરિટી ક્લાઉડ હેઠળ સિક્યુરિટી ડેટા એટલે કે નેટવર્ક ડેટા, આઇડેન્ટિટીસ, ઇમેઇલ્સ, વેબ ટ્રાફિક, એન્ડપોઇન્ટ્સ અને પ્રોસેસેસ આગળ પડતી છે. જ્યારે સિસ્કો હવે સ્પ્લંક સાથે તેના મજબૂત સુરક્ષા પોર્ટફોલિયોમાં વિશ્વના શ્રેષ્ઠ ડેટા પ્લેટફોર્મ્સમાંનું એક એક નવું ઉમેરણ કરી રહ્યું છે જેથી મોટા પાયા પર ફાયદો થશે”