સ્ટેબલકૉઇન યુએસડીસીની કંપની સર્કલે IPO માટે અરજી કરી

30 May, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇશ્યુના મૅનેજરોમાં જે. પી. મૉર્ગન, સિટીગ્રુપ અને ગોલ્ડમૅન સાક્સ સહિતના મૅનેજરો સામેલ હશે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વના દ્વિતીય ક્રમાંકિત સ્ટેબલકૉઇન–યુએસડીસીની રચયિતા કંપની સર્કલ ઇન્ટરનેટ ગ્રુપે ન્યુ યૉર્ક સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટિંગ માટે અરજી કરી છે. પ્રતિ શૅર ૨૪થી ૨૬ ડૉલરની રેન્જમાં સંભવિતપણે ઇશ્યુ થનારા IPO મારફત ૬૨૫ મિલ્યન ડૉલર ઊભા થવાની ધારણા છે. ૨૪ મિલ્યન શૅરમાંથી ૯.૬ મિલ્યન શૅર સર્કલના પોતાના હશે અને બાકીના શૅર કંપનીના વર્તમાન શૅરધારકોના હશે. સ્ટેબલકૉઇન માર્કેટમાં સંસ્થાકીય ખેલાડીઓ હવે વધુ પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે એવા સમયે સર્કલનો આ ઇશ્યુ આવવાનો છે. ઇશ્યુના મૅનેજરોમાં જે. પી. મૉર્ગન, સિટીગ્રુપ અને ગોલ્ડમૅન સાક્સ સહિતના મૅનેજરો સામેલ હશે. નોંધનીય છે કે તાજેતરના સમયમાં સંસ્થાકીય રોકાણકારો સ્ટેબલકૉઇનમાં સક્રિયપણે સહભાગી થઈ રહ્યા છે. અહીં એ પણ શક્યતા જણાવવી રહી કે મોટી ક્રિપ્ટો કંપનીઓ સર્કલ કંપનીને હસ્તગત કરશે. સંભવિત ખરીદદારોમાં રિપલ અને કૉઇનબેઝનો સમાવેશ થાય છે.

દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન ૦.૪૨ ટકા વધીને ૩.૪૫ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇન લગભગ ફ્લૅટ રહીને ૧,૦૯,૫૧૮ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ઇથેરિયમમાં ૪.૮૦ ટકા વૃદ્ધિ થતાં ભાવ ૨૬૬૯ ડૉલર પર પહોંચ્યો હતો. અન્ય વધેલા કૉઇનમાં બીએનબી (૨.૮૯ ટકા), ડોઝકૉઇન (૧.૫૬ ટકા) અને કાર્ડાનો (૦.૬૮ ટકા) સામેલ હતા.

ipo crypto currency new york city new york india stock market share market bitcoin business news