ચીનની બૅન્કોએ અનિલ અંબાણીની ચિંતા વધારી

28 September, 2020 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચીનની બૅન્કોએ અનિલ અંબાણીની ચિંતા વધારી

ફાઈલ તસવીર

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ શુક્રવારે લંડનની અદાલતમાં કેટલીક આશ્ચર્યજનક વાતો કરી હતી. લંડનની અદાલતમાં તેમની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટને જણાવ્યું હતું કે, તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે. વકીલોની ફી ચૂકવવા માટે તેમણે પોતાનાં ઘરેણાં વેચવા પડ્યાં છે. અનિલે કોર્ટને કહ્યું હતું કે, મારી પાસે આવકનું કોઈ સાધન નથી અને હાલમાં મારી પત્ની અને પરિવાર મારું ગુજરાન કરી રહ્યાં છે. ખર્ચને પહોચી વળવા માટે તે પોતાની સંપત્તિ વેચવા માગે છે અને કોર્ટ તેની મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યાં છે.

યુકે કોર્ટે અનિલ અંબાણીને ચાલુ વર્ષે 22 મેના રોજ ઇન્ડસ્ટ્રીયલ કોમર્શયલ બેંક ઓફ ચાઇના, એકપૉર્ટ ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઇના અને ડેવલપમેન્ટ બેંક ઓફ ચાઇનાને 716 મિલિયન (આશરે 5,276 કરોડ રૂપિયા) અને સાથે વ્યાજ અને કાનૂની ખર્ચ વગેરે પેટે 750 હજાર પાઉન્ડ (લગભગ 7,04 કરોડ રૂપિયા) ચુકવવાનો આદેશ આપ્યો છે. ચીનની આ ત્રણેય બેંકોનું અનિલ અંબાણીને 716 મિલિયન ડોલર (લગભગ 5,276 કરોડ રૂપિયા) દેવું છે. આ સિવાય આ માટેની કોર્ટની કાયદાકીય કાર્યવાહીનો ખર્ચ પણ ચીની બેંકો દ્વારા વસૂલ કરવામાં આવશે. ચીનની બેંકોએ આ નિર્ણય UKની હાઇકોર્ટમાં શુક્રવારે થયેલી સુનાવણી પછી લીધો હતો. નાણા વસૂલવા માટે બૅન્કો અનિલ અંબાણીની વિશ્વભરમાં રહેલી મિલકતો ઉપર કાર્યવાહી કરશે.

anil ambani business news