ચીનની ઈમ્પોર્ટ વધતાં સોનામાં સ્પ્રિંગ જેવો ઉછાળો

29 October, 2014 05:34 AM IST  | 

ચીનની ઈમ્પોર્ટ વધતાં સોનામાં સ્પ્રિંગ જેવો ઉછાળો


બુલિયન બુલેટિન-મયૂર મહેતા

ચીનની સોનાની ઈમ્પોર્ટ સપ્ટેમ્બરમાં ૬ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ સ્પ્રિંગની જેમ ઊછYયો હતો. માત્ર ગણતરીના કલાકોમાં સોનાનો ભાવ ૧૨૨૨.૨૦ ડૉલરથી ઊછળીને ૧૨૩૪.૫૦ ડૉલર થયો હતો. વળી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગ અગાઉ તમામ ઇન્વેસ્ટરોએ સોનાની પોઝિશન સ્ક્વેર કરતાં એની અસરે પણ સોનાના ભાવ ઊછળ્યા હતા.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ સોમવારે મોટા ભાગે સ્થિર રહ્યા હતા. કૉમેક્સ ગોલ્ડ વાયદામાં સોમવારે ઓવરનાઇટ અઢી ડૉલરનો ઘટાડો થઈ ભાવ ૧૨૨૯.૩૦ ડૉલર સેટલ થયા હતા. સ્પૉટમાં સોનાનો ભાવ મંગળવારે સવારે ૧૨૨૮.૨૫ ડૉલર ખૂલ્યો હતો, પણ ત્યાર બાદ ડૉલરની મજબૂતીને કારણે એક તબક્કે ભાવ ઘટીને ૧૨૨૨.૨૦ ડૉલર થયા હતા, પણ ચીનની ઈમ્પોર્ટ વધ્યાના સમાચારથી સોનું વધીને છેલ્લે ૧૨૩૩.૫૦ ડૉલર થયું હતું. અન્ય પ્રિસિયસ મેટલમાં ચાંદીના ભાવ ૧૭.૧૮ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૩૨ ડૉલર, પ્લૅટિનમના ભાવ ૧૨૫૮ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૬૮ ડૉલર અને પેલેડિયમના ભાવ ૭૮૭ ડૉલર ખૂલીને ૭૯૦ ડૉલર રહ્યા હતા.

ચીનની ઈમ્પોર્ટ વધી

ચીનની ગોલ્ડ ઈમ્પોર્ટ સપ્ટેમ્બરમાં ૬ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. હૉન્ગકૉન્ગથી ચીનમાં સપ્ટેમ્બરમાં ૬૧.૭ ટન ગોલ્ડ ઈમ્પોર્ટ થયું હતું, જે ઑગસ્ટમાં ૨૫.૬ ટન અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૧૦૯.૪ ટન થયું હતું. ચીનમાં જ્વેલરી સેલ્સ સપ્ટેમ્બરમાં ૧૧.૪ ટકા વધ્યું હોવાનો રિપોટ ચાઇનીઝ બ્યુરો ઑફ સ્ટૅટિસ્ટિકે આપ્યો હતો. ચીન અત્યાર સુધી એની તમામ ગોલ્ડ ઈમ્પોર્ટ હૉન્ગકૉન્ગ દ્વારા જ કરતું હતું, પણ હવે શાંઘાઈમાં ગ્લોબલ ગોલ્ડ ટ્રેડ શરૂ થયા બાદ હૉન્ગકૉન્ગને બાયપાસ કરીને શાંઘાઈ પણ ડાયરેકટ ગોલ્ડની ઈમ્પોર્ટ કરી રહ્યું છે.

ઈટીએફ હોલ્ડિંગ ડાઉન


આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ઝડપથી ઘટતાં એની ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)ના હોલ્ડિંગ પર મોટી અસર થઈ હતી. ગોલ્ડ ચ્વ્જ્નું હોલ્ડિંગ ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ ૧૬૫૪.૨૦ ટને પહોંચ્યું હતું જે ડિસેમ્બર ૨૦૧૨માં વધીને ૨૬૩૨ ટને પહોંચ્યું હતું. સિલ્વર ચ્વ્જ્નું હોલ્ડિંગ ઑક્ટોબરમાં ૧૧.૫૧ ઔંસ ઘટયુ હતું જે મે ૨૦૧૩ પછીનો સૌથી મોટો ઘટાડો હતો.

અમેરિકી સર્વિસ ડેટા

અમેરિકાના ઑક્ટોબર મહિનાના સર્વિસ સેક્ટરના ડેટા છ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનાના ભાવમાં સુધારાની આશા હતી, પણ ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગ શરૂ થતાં તેમ જ ગુરુવારે અમેરિકાના થર્ડ ક્વૉર્ટરના જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના ડેટા બહાર પડવાના હોવાથી સોનાના ભાવ પર અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટાની અસર જોવા મળી નહોતી.ફેડરલ રિઝર્વ બૉન્ડ બાઇંગ બંધ કરવાની જાહેરાત કરી શકે છે અને અમેરિકા થર્ડ ક્વૉર્ટરના જીડીપી ડેટા ત્રણ ટકા આવવાની ધારણાને પગલે સોનામાં ઘટાડો જોવા મYયો હતો.

સ્વિસ બૅન્ક રિઝર્વ વધારશે તો ભારતમાં સોનામાં તેજી થશે


ભારતમાં સોનાની સૌથી વધુ એક્સર્પોટ કરનાર સ્વિટ્ઝરલૅન્ડમાં ૩૦ નવેમ્બરે સરકાર દ્વારા સોનાનું વેચાણ બંધ કરીને રિઝર્વ વધારવી કે નહીં એ વિશે રેફરન્ડમ (મતદાન) યોજાશે. આ રેફરેન્ડમમાં જો પ્રજા સોનાનું વેચાણ બંધ કરીને રિઝર્વ વધારવાનો મત આપશે તો ભારતમાં સ્વિટ્ઝરલૅન્ડથી એક્સર્પોટ થતું સોનું આવતું બંધ થઈ જશે. સ્વિટ્ઝરલૅન્ડની સ્વિસ નૅશનલ બૅન્કની ગોલ્ડ રિઝર્વ અત્યારે કુલ રિઝર્વની ૮ ટકા જ છે. આ રિઝર્વ વધારીને ૨૦ ટકા કરવા માટે રેફરન્ડમ યોજાશે. રેફરન્ડમ અગાઉ એક ન્યુઝપેપર દ્વારા કરાયેલા સર્વેમાં ૪૨ ટકા પ્રજા રિઝર્વ વધારવાના મતની છે અને ૩૯ ટકા પ્રજા રિઝર્વ વધારવાની વિરુદ્ધમાં છે. હાલ સ્વિટ્ઝરલૅન્ડ પાસે ૧૦૪૦ ટન ગોલ્ડ રિઝર્વ છે જે કુલ રિઝર્વના ૮ ટકા જ છે. એને વધારીને ૨૦ ટકા કરવાની દરખાસ્ત છે. સ્વિટ્ઝરલૅન્ડથી ભારતમાં સોનાની એક્સર્પોટ દિનપ્રતિદિન વધી રહી છે. સપ્ટેમ્બરમાં સ્વિટ્ઝરલૅન્ડથી ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું સોનું ભારતમાં ઈમ્પોર્ટ થયું હતું જે આગલા મહિનાથી ડબલ હતું. જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં કુલ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું સોનું ભારતમાં ઈમ્પોર્ટ થયું હતું. રેફરન્ડમ જો રિઝર્વ વધારવાની તરફેણમાં આવે તો સ્વિટ્ઝરલૅન્ડને સોનાની એક્સર્પોટ બંધ કરીને વધુ ૧૬૦૦ ટન સોનું વિશ્વબજારમાંથી વધારે ખરીદવું પડે. જેની સીધી અસરરૂપે ભારત, ચીન, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકામાં સોનામાં ભાવ ઝડપથી ઊંચકાશે.

ભાવ-તાલ


સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૧૩૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૯૮૦
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) :  ૩૯,૧૧૫
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)