ચીનના મૅન્યુફૅક્ચરિંગના સ્ટ્રૉન્ગ ડેટાથી રિસેસનનો ભય ઓછો થતાં સોનું ઘટ્

02 April, 2019 10:25 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ચીનના મૅન્યુફૅક્ચરિંગના સ્ટ્રૉન્ગ ડેટાથી રિસેસનનો ભય ઓછો થતાં સોનું ઘટ્

સોનાના ભાવ ઘટ્યા

ચીનના મૅન્યુફૅક્ચરિંગ ડેટા સતત ચાર મહિના પછી માર્ચમાં સુધરતાં ગ્લોબલ સ્લોડાઉન (રિસેસન)નો ભય ઘટ્યો હતો, વળી અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વૉરને ખતમ કરવા માટેની મંત્રણા પૉઝિટિવ રહી હોવાના ટ્રમ્પના નિવેદન બાદ એશિયન સ્ટૉક સુધરતાં સોનામાં પ્રૉફિટ બુકિંગ વધ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) માર્ચમાં ૪૪.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે પ્રીલિમનરી એસ્ટિમેટમાં ૪૪.૭ પૉઇન્ટ અને ફેબ્રુઆરીમાં ૪૭.૬ પૉઇન્ટ હતો, માર્ચમાં મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટીમાં થયેલો ઘટાડો જુલાઈ-૨૦૧૨ પછીનો એટલે કે પોણાસાત વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો હતો. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ માર્ચમાં સતત બીજે મહિને ઘટીને ૪૯.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ફેબ્રુઆરીમાં ૪૯.૨ પૉઇન્ટ હતો. જપાનનો બિઝનેસ મોરલ ઇન્ડેક્સ જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ઘટીને બે મહિનાના તળિયે ૧૨ પૉઇન્ટ થયો હતો, જે ૨૦૧૮ના ચોથા ક્વૉર્ટરમાં ૧૯ પૉઇન્ટ હતો. ચીનનો પ્રાઇવેટ મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ માર્ચમાં વધીને ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, આ છેલ્લા ચાર મહિનામાં પહેલો વધારો હતો અને ફેબ્રુઆરીમાં ૪૯.૯ પાફઇન્ટ હતો. ચીનના પૉઝિટિવ મૅન્યુફૅક્ચરિંગ ડેટાથી ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઘટતાં સોનું વધુ ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે ટ્રેડવૉર અંગે ચીન સાથેની વાતચીત પૉઝિટિવ રીતે આગળ વધી રહી છે. ચાઇનીઝ વાઇસ પ્રીમિયરની આગેવાની હેઠળ વૉશિગ્ટનમાં મંત્રણાનો નવો દોર ટૂંકમાં શરૂ થશે. ટ્રેડવૉરને ખતમ કરવાના મુદ્દે પૉઝિટિવ ડેવલપમેન્ટ અને ચીનના સ્ટ્રૉન્ગ મૅન્યુફૅક્ચરિંગ ડેટાને પગલે એશિયન સ્ટૉક માર્કેટ સુધરતાં સોનાની માર્કેટ સુસ્ત રહી હતી. સોનાની તેજીને પ્રોત્સાહન આપનારાં પરિબળો બ્રિટનમાં ચૂંટણી, ફેડ દ્વારા ૨૦૧૯માં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો ન કરવાની પૉલિસી અને વલ્ર્ડની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદી વગેરે મુદ્દાઓ હજુ યથાવત્ છે. આથી હાલના નીચા લેવલે સોનું લાંબો સમય રહી શકે તેમ નથી. આ સંજોગોમાં ઇન્વેસ્ટરોએ સોના અને ચાંદીમાં આ લેવલે દાખલ થવાનો બહુ જ સારો સમય ગણી શકાય. વળી વલ્ર્ડની ટૉપ લેવલની કન્સલ્ટન્સી મેટલ ફોક્સે આગાહી કરી હતી કે ૨૦૧૯માં સોનાનો વપરાશ ચાર વર્ષની ઊંચાઈએ ૪૩૭૦ ટને પહોંચશે, જે ૨૦૧૮માં ૪૩૬૪ ટન રહ્યો હતો. મેટલ ફોક્સે સોનાનો ભાવ ૨૦૧૯માં ઍવરેજ ૧૩૧૦ ડૉલર રહેવાની આગાહી કરી હતી, જે ૨૦૧૮માં ૧૨૬૮ ડૉલર રહ્યો હતો.

આ પણ વાંચોઃ નવા નાણાકીય વર્ષનો સેન્સેક્સમાં સર્વોચ્ચ સપાટી સાથે શુભારંભ

વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટ્યા છતાં લોકલ માર્કેટમાં સોનું-ચાંદી મજબૂત

વલ્ર્ડ માર્કેટમાં સોનાનો ભાવ ઘટuા હોવા છતાં લોકલ માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યા નહોતા. સોનાનો ભાવ મુંબઈમાં સોમવારે ૧૦ રૂપિયા વધીને પ્રતિ ૧૦ ગ્રામનો ૩૧,૭૭૫ રૂપિયા અને દિલ્હીમાં ૮૫ રૂપિયા વધીને ૩૨,૮૨૦ રૂપિયા બોલાયો હતો, જ્યારે ચાંદીનો ભાવ મુંબઈમાં ૭૫ રૂપિયા વધીને પ્રતિ કિલોના ૩૭૩૨૦ રૂપિયા અને દિલ્હીમાં ૧૦ રૂપિયા ઘટીને ૩૮૫૮૦ રૂપિયા બોલાયો હતો.

news china