બદલાઈ રહ્યા છે SBIના 1 મેથી નિયમ, 42 કરોડ ગ્રાહકોને અસર

15 April, 2019 07:18 PM IST  | 

બદલાઈ રહ્યા છે SBIના 1 મેથી નિયમ, 42 કરોડ ગ્રાહકોને અસર

બદલાઈ રહ્યા છે SBIના નિયમ

દેશની સૌથી મોટી બેન્ક SBIના વ્યાજ દરોને લઈને નવા નિયમો લાગૂ થવાના છે અને આ બદલાવ 1 મેથી થવાના છે. નવા નિયમોનો અસર દેશના 40 કરોડથી વધારે ગ્રાહકો પર પડવાની આશા છે. SBIની ડિપોઝિટ અને લોનની વ્યાજ દર RBIની બેન્ચમાર્ક દરને સાથે જોડી દેવામાં આવ્યા છે. RBIના રેપો રેટમાં ફેરફાર થવાના કારણે બેન્કમાં જમા અને લોનના વ્યાજદરોમાં પણ અસર જોવા મળશે.

આ વ્યાજ દર 1 લાખ રુપિયાથી વધારેની જમા રકમો પર નિયમોની અસર સાથે જોવા મળશે સાથે સાથે લોનની વ્યાજ દરોના નિયમો પર પણ લાગુ પડશે. આ વ્યાજ દર 1 મેથી લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમો લાગુ થવાના કારણે ગ્રાહકોને પહેલા કરતા સેવિંગ એકાઉન્ટ પર ઓછુ વ્યાજ મળશે જેની અસર SBIના આશરે 95 ટકા ગ્રાહકો પર અસર જોવા મળશે. નવા નિયમો અનુસાર 1 લાખ રુપિયા કરતા વધારે રાખનારા ગ્રાહકોને 3.5 ટકા વ્યાજ મળતુ હતું જે હવે 3.25 ટકા જ મળશે.

 

આ પણ વાંચો: શું થશે જેટ એરનું? 1500 કરોડ નહીં મળે તો થઈ શકે છે બંધ

 

SBI તરફથી વ્યાજ દરોમાં 0.25 ટકાની કાપ મુકવામાં આવી છે.આ સિવાય SBI સહિત ઘણી બેન્કોએ હોમ લોન અને ઓટો લોનની વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. SBIએ તેની લોનના વ્યાજ દરોમાં 0.05 ટકાનો મામૂલી ઘટાડો કર્યો છે. 30 લાખ સુધીની હોમ લોન પર SBIએ વ્યાજદરમા 0.10 ટકાનો ઘટાડો કર્યો હતો જ્યારે 30 લાખ રુપિયાથી ઓછી લોન પર વ્યાજ 8.70 થી 9.00 ટકા હતું જે હવે 8.60 થી 8.90 ટકા રહેશે.

state bank of india